• 48 કલાકમાં ચોમાસુ આગળ વધશે
  • હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી
  • આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ રહેશે


ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 2-3 દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. રવિવારે રાતે પણ અમદાવાદ અને ગાંધીનગર સહિત વિવિધ ભાગોમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સત્તાવાર રીતે આજથી ચોમાસુ બેસી ગયું છે. આગામી 48 કલાકમાં ચોમાસુ રાજ્યમાં આગળ વધશે. રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસુ પહોંચશે. આ દરમિયાન સામાન્ય વરસાદ રહેશે. આગામી 17મી જૂન પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

હવામાન વિભાગ તરફથી આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને જોતા મુખ્યમંત્રીએ સ્ટેટ ડિઝાસ્ટરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. 
  • Follow us on: