• વિવિધ બેન્કોમાંથી લોન લઈ ઠગાઈ કરવાનો ચેરમેન, ઉપાધ્યક્ષ સામે ગુનો

  • સીબીઆઈએ તમામના નિવાસે દરોડા પાડી સંદિગ્ધ દસ્તાવેજો જપ્ત કર્યા
  • આ કૌભાંડમાં બેંકના કેટલાક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવવા પામી

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વડોદ ગામમાં આવેલી માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ. તેના ચેરમેન, ઉપાધ્યક્ષ સહિત અન્યોએ ખાંડના ઉત્પાદન કરવા માટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સહિતની બેંકોમાંથી લોન મેળવીને રૂ.55.39 કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ સીબીઆઈમાં નોંધાઈ હતી. જેના પગલે બોપાલ સીબીઆઈ દ્વારા માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લી. અને તેના મળતિયાઓના ત્યાં દરોડા પાડીને લોને લગતા દસ્તાવેજો કબજે કર્યા હતા. સીબીઆઈની દરોડામાં બેંકના કેટલાક અધિકારીઓની સંડોવણી પણ બહાર આવવા પામી છે. જો કે, માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ.ના ચેરમેન બાબુભાઈ સુલેમાન બદર અને ઉપાધ્યક્ષ બાલુભાઈ ઝેડ ગામીત સામે ફરિયાદ દાખલ થયા પહેલા મૃત્યુ પામ્યા હતા.

 અમદાવાદના આશ્રામરોડ ઉફર આવેલ યુનિયન બેંક ઓફ્ ઈન્ડિયાના આસી. મેનેજર અમિતકુમાર સિન્હાએ બોપાલ સીબીઆઈમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા વડોદ ગામમાં ખાંડ અને તેના સંબંધિત આડપેદાશોના ઉત્પાદન માટે માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ.એ વર્ષ 2013માં ત્રણ બેંકોમાંથી ટર્મ લોન મેળવી હતી.જે લોનના નાણાં નહીં ભરતા કન્સોર્ટિયમ બેંકોએ ફરિયાદ દાખલ કરવા માટે યુનિયન બેંક ઓફ્ ઈન્ડિયાને ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું.જેના પગલે યુનિયન બેંક ઓફ્ ઈન્ડિયાએ બોપાલ સીબીઆઈમાં માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ. તેના ચેરમેન, ઉપાધ્યક્ષ સહિત અન્યો સામે રૂ.55.39 કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ કરી હતી.ત્યારબાદ બોપાલ સીબીઆઈના અધિકારીઓએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ લિ. સહિત ત્રણ જગ્યાએ દરોડા પાડીને બેંકના લોનના લગતા દસ્તાવેજો કબજે કર્યા છે. સીબીઆઈની ટીમે બેંકના જે અધિકારીઓએ લોન મંજૂર કરી હતી તેમને આગામી દિવસોમાં નિવેદન આપવા માટે સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડમાં બેંકના કેટલાક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવવા પામી છે.


  • Follow us on: