• આઈસ્ક્રીમમાંથી મળ્યું રબ્બર

  • ભાવનગર મનપાની ટીમે પાડ્યા દરોડા
  • જાગૃત નાગરિકે ફરિયાદ કરતા મામલો સામે આવ્યો

નકલી ઘી, નકલી જીરું મસાલા, પિત્ઝામાંથી જીવાત, શંકાસ્પદ ગોળ, એક્સપાયરી થયેલી મલાઈ બાદ હવે ભાવનગરમાં આઈસ્ક્રીમમાંથી રબ્બર મળી આવ્યું છે. મનપા ટીમે આ બાબતે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં જાહેર ખાણીપીણીમાં જે મહામિલાવટ ચાલી રહી છે, એની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ચોંકાવનારું સત્ય આપણી આસપાસ જ છે, તે થઈ પણ રહ્યું છે છતાંય મોટાભાગના લોકોને તેની જાણ નથી હોતી.

[[$googlead]]

થોડા દિવસો પહેલા અંબાજીના મોહનથાળ પ્રસાદમાં નકલી ઘીનો મામલો સામે આવ્યો. તેના પછી ગુજરાતની એક જાણીતી ડેરીના દૂધના સેમ્પલ પણ ફેલ આવ્યા. ગુજરાતમાં એક શહેરમાંથી 7 ટન જેટલો સડેલી મલાઈનો જથ્થો ઝડપાયો તો જસદણમાંથી શંકાસ્પદ ગોળનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત ઘણી જગ્યાઓ પરથી પિત્ઝામાંથી જીવાત નીકળતાના વીડિયો પણ વાયરલ થયા હતા, અને હવે આમાં વધુ એક બનાવ નોંધાયો છે.

[[$alsoread]]

ભાવનગરમાં સુપર આઈસ્ક્રીમમાંથી રબ્બર બરામદ થયું છે. માહિતી પ્રમાણે પિરછલ્લા શેરીમાં આવેલી એક આઈસ્ક્રીમની દુકાનમાંથી આઈસ્ક્રીમમાં રબ્બર નીકળતાં એક જાગૃત નાગરિકે આ બાબતની ફરિયાદ કરતા ભાવનગર મનપાની આરોગ્યની ટીમો દોડતી થઈ ગઈ હતી અને ફૂડ વિભાગે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ મામલે વીઆઈપી ડેલામાં આવેલી સુપર આઈસ્ક્રીમની ફેક્ટરીમાં જઈ આઈસ્ક્રીમના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તેને તપાસ માટે લેબમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે.


  • Follow us on: