- સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન બંને સ્ટેશને રોકાશે
- અમદાવાદ ગ્રામ્યના ધંધૂકા, ધોળકા, બાવળા, સરખેજ સ્ટેશને સ્ટોપ અપાયું, શનિવાર અને રવિવારે લાભ મળશે
- 15 માર્ચથી કાઉન્ટર અને આઈઆરસીટીસીની સાઈટ પર રિઝર્વેશન શરૂ થયું
રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા હોળીના તહેવાર નીમીત્તે મુસાફારોને અગવડતા ન પડે તે માટે ઓખા-દિલ્હી સરાઈ રોહીલ્લા અને હાપા-નાહરલાગુન વચ્ચે હોળી સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. ત્યારે વધુ એક ટ્રેન પણ ઝાલાવાડવાસીઓને મળનાર છે. જેમાં ઓખાથી ગાંધીગ્રામ વચ્ચે પણ હોળી સ્પેશ્યલ ટ્રેન દોડનાર છે. જેને સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન અને લીંબડી રેલવે સ્ટેશને સ્ટોપ અપાયુ છે.
તહેવારોના દિવસોમાં રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા ચાલતી અને ઝાલાવાડમાંથી પસાર થતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ જતી હોય છે. મુસાફારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે મુસાફારોની સુવિધા માટે રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા હોળી સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનું આયોજન કર્યુ છે. જેમાં ઓખાથી દિલ્હી સરાઈ રોહીલ્લા અને હાપાથી નાહરગાલુન ટ્રેન ચાલનાર છે. ત્યારે રાજકોટ ડીવીઝન દ્વારા વધુ એક ટ્રેન હોળી સ્પેશ્યલ દોડાવવાની જાહેરાત કરાઈ છે. જેમાં ઓખાથી અમદાવાદના ગાંધીગ્રામ સુધી હોળી સ્પેશ્યલ ટ્રેન દોડશે. આ ટ્રેન ગાંધીગ્રામથી તા. 16 માર્ચ, 18 માર્ચ, 23 માર્ચ, 25 માર્ચ અને 30 માર્ચના રોજ રાત્રે 20-20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9-૫0 કલાકે ઓખા પહોંચશે. જયારે ઓખાથી 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે રાત્રે 23-50 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 11-50 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ત્યારબાદ 6 એપ્રીલથી 29 જુન સુધી ગાંધીગ્રામથી ઓખા સુધી દર શનીવારે અને ઓખાથી ગાંધીગ્રામ સુધી દર રવિવારે ચાલશે. બન્ને દિશામાં આ ટ્રેન દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, સરખેજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં મુસાફારી માટે બુકીંગ 15 માર્ચથી રીઝર્વેશન કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થઈ ગયુ છે.










