- રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મળ્યા જામીન
- કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને હું આવકારું છુ
- અમારી ફરિયાદના આધારે કોર્ટે ચુકાદો આપ્યો
'બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?'... કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના નિવેદન બદલ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ગણવામાં આવ્યા છે. ગુજરાતની સુરત સેશન્સ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. આ મામલે પુર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.
પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે અમારી ફરિયાદના આધારે કોર્ટે જે ચૂકાદો આપ્યો છે તેમને આવકારું છું. તેમજ નામદાર કોર્ટના ચૂકાદાને આવકારું છું. તમને જણાવી દઇએ કે બદનક્ષીના કેસમાં કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. તેઓ સવારે 10.50 વાગ્યાની આસપાસ સુરતની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા. આ કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે તેમને આઈપીસીની કલમ 504 હેઠળ માનહાનિના દોષિત ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી વિરુદ્ધ આ માનહાનિનો કેસ બે કલમ 499 અને 504માં હતો. IPCની કલમ 504 દોષિત સાબિત થવા પર બે વર્ષની જેલની જોગવાઈ છે. હવે કોર્ટે રાહુલને દોષિત ગણાવ્યા હતા. આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં તેમને જામીન મળી ગયા. માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર કર્યા બાદ કોર્ટમાં કહ્યું, મારો ઇરાદો ખોટો ન હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો રહું છું. મારા નિવેદનથી કોઇ નુકસાન નથી.









