• વહેલી સવારથી શિવાલયોમાં ભગવાનને અભિષેક કરી, બીલીપત્ર ચડાવી ભક્તોએ પૂજા કરી

  • સુરેન્દ્રનગર જિલ્લાના શિવમંદિરોમાં હર હર શંભુના નાદ
  • 5 ઓગસ્ટ સુધી સાંજે 4 થી 7માં ભાગવત દશમ સ્કંધ પંચાન્હ પારાયણનું આયોજન

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો શિવભક્તિમાં લીન થઈ ગયા હતા. વહેલી સવારથી શિવાલયોમાં ભગવાનને અભિષેક કરી, બીલીપત્ર ચડાવી ભક્તોએ પુજા કરી હતી. શહેરના હાટેશ્વર મહાદેવ મંદિર, અણઘટનાથ મહાદેવ મંદિર, કામનાથ મહાદેવ, સ્ફટીક મહાદેવ, રામેશ્વર મહાદેવ, ક્ષેમશંકર મહાદેવ, અવધેશ્વર મહાદેવ, રાજનાથ મહાદેવ, અર્ધનારેશ્વર મહાદેવ મંદિરોએ ભક્તો ઉમટી પડયા હતા.

કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઓમ નમઃ શિવાયના સવા કરોડ જાપનું આયોજન કરાયું છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે મંદિરે ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠયા હતા. સુરેન્દ્રનગરના સ્વામીનારાયણ ગુરૂકુળમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્વ ભાગવત દશમ સ્કંધ પંચાન્હ પારાયણનું આયોજન કરાયું છે. જેમાં ભાગવત કથાકાર કમલેશ ભગત સુરાવલી સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે. 5 ઓગસ્ટ સુધી સાંજે 4થી 7 કથાનું આયોજન કરાયુ છે. જેમાં મંદિરના મહંત મહાત્મા સ્વામી, દર્શનપ્રિયદાસજી, સુનીલ મોટકા, બીપીનભાઈ રાધપુરા સહીતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. બીજી તરફ શહેરના ધોળીધજા ડેમ ખાતે બીરાજમાન ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે વડવાળા મંદિરના મહંત કનીરામબાપુએ ભગવાન ભોળાનાથની પુજા કરી હતી. આ તકે વર્ષોથી મંદિરમાં સેવા આપતા પ્રવીણસીંહ ઝાલા, કનકસીંહ જાડેજા, દિગ્વીજયસીંહ ઝાલાને કનીરામબાપુએ આશિર્વચન પાઠવ્યા હતા.


  • Follow us on: