- શિવભક્તો બીલીપત્રો ચઢાવી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવશે
- હિંમતનગરના ઝરણેશ્વર સહિતના મહાદેવમાં મહાઆરતી થશે
- શૂલપાણેશ્વર મહાદેવમાં ભાવિકોની ભીડ જામશે
આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના ઝરણેશ્વર, ભોલેશ્વર, હરસિધ્ધમાતાનુ મંદિર, ગોકુલેશ્વર, પંચદેવ મંદિર સહિત બેરણાના કંટાળેશ્વર મહાદેવ મંદિર, વક્તાપુર ઈડરના મહંકાલેશ્વર, ચંદ્રમોલેશ્વર, ખોખાનાથ મહાદેવ, ઈડરીયા ગઢ ઉપર આવેલા પંચમુખી મહાદેવ મંદિર તેમજ સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવર મંદિર, વિજયનગર તાલુકામાં રમણીય વનરાજીમાં આવેલ વિરેશ્વર, શારણેશ્વર જેવા પ્રાચીન શિવમંદિરોમાં સવારથી જ ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય તેમજ બમ બમ ભોલેના સ્વરનાદથી શિવાલયો ગુંજી ઉઠશે તેમજ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા શિવલીંગ પર જળ, દૂધ તેમજ બીલીપત્રો ચઢાવી પૂજા-અર્ચના કરી મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવશે. શ્રા વણ માસમાં આવતા સોમવારે ભગવાન શિવની સામે કુશના આસન પર બેસી ભગવાન શિવને જળથી અભિષેક કરી માતા પાર્વતી અને નંદીને ગંગાજળ અથવા દૂધથી સ્નાન કરાવવું તેમજ પંચામૃતથી રૂદ્રાભિષેક કરી બિલીપત્ર, ધતુરા, ચોખા, ચંદન અને ભાંગ ચઢાવવી. આટલુ કર્યા પછી ભોલેનાથ માતા પાર્વતી અને ગણેશને ચંદનનું તિલક લગાવવું શુભ ગણાય છે તેમજ શ્રાધ્ધાપૂર્વક સોમવારનું એક દિવસનું વ્રત કરનારની પણ મનોકામનાઓ ભગવાન શિવ અચૂક પણે પૂર્ણ કરે છે.
શૂલપાણેશ્વર મહાદેવમાં ભાવિકોની ભીડ જામશે










