- અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો કર્યો પ્રયત્ન
- જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે
- શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરમાં નીકળી હતી શિવજીની સવારી
ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો થયો છે. જેમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયુ છે. જિલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા
શ્રાવણ માસના અંતિમ દિવસે શહેરમાં શિવજીની સવારી નીકળી હતી. જેમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો થયો છે. બે જૂથના લોકો આમને સામને આવી જતા આ ઘટના ઘટી છે. ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જિલ્લાની એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો છે. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
શિવજીની સવારી પર છુટ્ટા પથ્થરો ફેકવામાં આવ્યા
હિન્દુઓના તહેવારોમાં કેમ આ રીતે દરેક વખતે હુમલાઓ થાય છે. કોણ છે આ કાવતરા પાછળ તેવી લોક ચર્ચા શરૂ થઇ છે. તમામ ઘટનાના વીડિયો સામે આવી રહ્યાં છે. જેમાં શિવજીની સવારી પર છુટ્ટા પથ્થરો ફેકવામાં આવી રહ્યાં છે. આ કોણ લોકો છે જે વિસ્તારની શાંતી ડહોળાવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
અસામાજીક તત્ત્વો સંડોવાયેલ હશે તેમને છોડાશે નહી
ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો મામલે પોલીસે જણાવ્યું છે કે ઠાસરામાં બે જૂથ સામ - સામે આવ્યા હતા. જેમાં જીલ્લા પોલીસવડા સહિત મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે છે. હાલ સ્થિતી નિયંત્રણ હેઠળ છે. જે અસામાજીક તત્ત્વો સંડોવાયેલ હશે તેમને છોડાશે નહી. અન્ય સ્થળોએ પણ તપાસ ચાલુ છે.









