• વસુધૈવ કુટુમ્બકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ થીમ આધારિત ઉજવણી

  • શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી
  •  કાર્યક્રમ બાદ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સમગ્ર વિશ્વમાં તા. 21મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસુધૈવ કુટુમ્બકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ થીમ આધારીત વિશ્વ યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશની સાથે સાથે આણંદ જિલ્લામાં વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મધ્ય ઝોન યોગ કોઓર્ડીનેટર જયના પાઠક અને આણંદ જિલ્લા કોઓર્ડીનેટર દિવ્યાબેન ધડુક પટોળીયાએ ઉપસ્થિત સર્વેને કોમન યોગા, પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમ બાદ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાનનો વીડિયો સંદેશ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં સુરત ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ યોગાભ્યાસમાં જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી, જિલલા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, S.P. યુનિ.ના કુલપતિ નિરંજન પટેલ સહિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો જોડાયા હતા.


  • Follow us on: