રાજકોટમાં કમોસમી વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે, કમોસમી વરસાદે મનપાના મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી છે, પાણી દૂર થતા કાદવ - કીચડ પણ ઘરની અંદર આવી ગયા છે, ગવળીવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે, વોકળો તૂટી જતા પાણી નિકાલની ભયંકર સમસ્યા સર્જાઈ છે.


[[$googlead]]

રાજકોટના પશ્ચિમી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

દિવસભર ઉકળાટ બાદ બપોર પછી રાજકોટ શહેરમાં અચાનક હવામાનનો મિજાજ બદલાયો હતો. શહેરમાં પવન સાથે ૪૫ મિનીટ સુધી કમોસમી વરસાદે તોફાની બેટીંગ કરતા દોઢ ઈંચ વરસાદમાં સદર બજીરમાં આવેલ ગંચશીયાડમાં અનેક ઘરમાં પાણી ઘુસી ગયા હતા, સદર જાવાડ અને બિલવાસના અનેક મકાનોમાં ગંદા પાણી ઘુસ્યા હતા. પોપટપરા નાળુ છલકાઈ ગયુ હતુ.45 મિનિટ સુધી વરસાદ વરસતા પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી સૌથી વધારે ભરાયા હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

ગોંડલ તાલુકાના ભુણાવા ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો

જ્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સમી સાંજે વરસાદ વરસ્યો હતો. ટંકારાની આજુબાજુના ખીજડીયા, લજાઈ, નેસડા સુરજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. લઈજા ચોકડી પાસે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં જ ધોધમાર વરસાદ વરસતા સદરબજારમાં વોકળાનું કામ ચાલી રહ્યું હોય પાણીનો નિકાલ ન થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા હતા અને ઘરવખરીને નુકસાન થયું હતું.

 

  • Follow us on: