સુરતના આઉટર રીંગ રોડના વાલક બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કુદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી બે સગા ભાઈનું મોત થયું હતું. પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડીરાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નં.જીજે-05-આરએફ-0317ના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બેની હાલત ગંભીર હોય તેમના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.













