પાટણ ચાણસ્મા હાઈવે પર ત્રિપલ અકસ્માત થયો હતો જેમાં કાર,સાયકલ,ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આગમાં એકનું મોત થયું છે,ત્યારે આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક પોલીસે ખુલ્લો કર્યો હતો,આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો.


[[$googlead]]

આગ લાગતા એકનું મોત

પાટણ ચાણસ્મા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે,ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,આગ લાગતા હાઈવેને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તેનું કારણ તો અકબંધ છે,પરંતુ આગમાં ટ્રક અને અન્ય વાહનોને મોટું નુકસાન થયું છે,મૃતકના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી આપ્યો છે અને પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો છે.

[[$alsoread]]

વડોદરામાં ફરસાણના ગોડાઉનમાં લાગી હતી આગ

ગઈકાલે વડોદરાના સુભાનપુરામાં ફરસાણના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ગેસના સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફરસાણના એક ગોડાઉનમાં આગ લાગી હતી. 

  • Follow us on: