• સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત બાઈક સવારનું મોત
  • અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
  • ભુજ થી બાયડ જતી એસટી બસ સાથે થયો હતો અકસ્માત

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે છેલ્લા થોડાં દિવસોમાં રોડ અકસ્માતમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ દરમિયાન અરવલ્લીમાં ST બસ અને બાઈકના અકસ્માતમાં એકનું મોત થયું છે. જેના કારણે ફરી એકવાર માર્ગ સલામતીની વાતો માત્ર કાઘળ પર જ રહી છે.

આ અંગેની માહિતી અનુસાર, ધનસુરા વડાગામ હાઇવે પર એસટી અને બાઇક અકસ્માતનો મામલો સામે આવ્યો છે. જેમાં ભુજ થી બાયડ જતી એસટી બસ સાથે બાઇક સવારને અકસ્માત થયો હતો. જેમાં ગંભીર રીતે બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું છે.


હાલમાં અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યો છે. ગઈકાલે એસટી અને બાઇકનો અકસ્માત થયો હતો. આ પછી મૃતક અશોકભાઈ વાઘેલા વડાગામના સોનાપુર ગામના વ્યક્તિનો અકસ્માત થયો છે. જ્યારે ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું છે.

મોરબીમાં વધુ એક અકસ્માત 
મોરબીના ઘૂંટુ ગામે પોલીસ વાને અકસ્માત  સર્જ્યો છે. જેમાં રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે બાઈકને અડફેટે લીધું હતું. આ દરમિયાન પોલીસ વાન ચાલકે રોંગ સાઈડમાં ગાડી હંકારી હતી. જે પછી પૂરપાટ ઝડપે ગાડી ચલાવી પોલીસ વાનનો અકસ્માત થયો હતો. તેમજ ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડાયો હતો. 

  • Follow us on: