અમદાવાદના વિજયચાર રસ્તા પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં ખાનગી બસના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારી હતી અને ઘટના સ્થળે તેનું મોત થયું છે.સમગ્ર ઘટનાને લઈ ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથધરી છે,રામચંદ્ર રાય નામના વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે.તો પોલીસને બસ મળી આવી છે પરંતુ તેનો ડ્રાઈવર મળી આવ્યો નથી.
વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે,બાઈક સવાર વિજય ચાર રસ્તાથી પસાર થતો હતો અને તે દરમિયાન ફુલ સ્પીડમાં આવી રહેલી બસે અચાનક બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે,તો ટ્રાફિક પોલીસે સીસીટીવીની મદદથી આરોપી કઈ તરફ ભાગ્યો તેને લઈ તપાસ હાથધરી છે,અને બસ ઘટના સ્થળે જ છે,તો ઘટના બનતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા.
બાઈક ચાલકને ટ્રાવેલ્સ બસે મારી ટક્કર
બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો વહેલી સવારે અને આ ઘટના બની હતી,મહત્વનું છે કે આવા અકસ્માતો અમદાવાદમાં વાંરવાર બનતા હોય છે તેમ છત્તા વાહન ચાલકો તેમના વાહનની સ્પીડને કાબુમાં રાખી શકતા નથી,ત્યારે જોવાનું એ રહ્યું કે આરોપીને પોલીસ કયારે ઝડપી પાડે છે,પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.









