- સોલા સિવિલમાં સ્વાઈન ફ્લૂનો કેસ આવતા તબીબો એલર્ટ
- મોડી રાત્રે સ્વાઇન ફ્લૂના દર્દીને સિવિલ હોસ્પિટલ એડમિટ કરાયો હતો
- ચાલુ સારવારે દર્દીનું મૃત્યુ થયું
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેને લઈને આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું હતું. પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુનું સંક્રમણમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાત્રે સોલા સિવિલ હોસ્પીટલમાં એક દર્દી દાખલ કરવામાં આવ્યો હતો જેનો સ્વાઈન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે બાદ સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું.
દર્દીને સ્વાઈન ફ્લુ વોર્ડમાં શિફ્ટ કરાયો હતો
મળતી માહિતી મુજબ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ગઈકાલે મોડી રાત્રે સરખેજના એક દર્દી ગંભીર બીમાર હાલત દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ ડોક્ટરોએ દર્દીઓની શારીરિક તપાસ કરતા દર્દીનો સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આથી તબીબોએ દર્દીને સ્વાઈન ફ્લુ વોર્ડમાં શિફ્ટ કર્યો હતો જ્યાં દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક દર્દીને ઓક્સિજનની પણ પડી હતી.
અન્ય એક દર્દી પણ સારવાર હેઠળ
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સોલા સિવિલ હોસ્પીટલમાં નારણપુરાનો અન્ય એક દર્દી પણ સારવાર હેઠળ છે. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ દર્દીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે.