- પાટના ગોલ્ડને ગાળી 24ના બદલે 22 કેરેટ કરીને દાગીના એક્સ્પોર્ટ કર્યા
- કેન્દ્ર સરકારની પોલિસીનું ખોટું અર્થઘટન કરીને સરકારી લાભ લેવાનો કારસો
- ડીઆરઆઇના દરોડાના પગલે મસમોટું કૌભાડ ઝડપાયું
આયાત કરાયેલા 24 કેરેટના એક ગોલ્ડ બિસ્કીટને 22 કેરેટનું બનાવીને વિદેશમાં સોનાની પાટો એક્સ્પોર્ટ કરવામાં આવે છે. એક્સ્પોર્ટ કરતી વખતે વિદેશમાં તૈયાર દાગીના જાય છે તેવું બતાવવામાં આવે છે. આ પ્રકાર છેલ્લા છ મહિનાથી એક હજાર કરોડના દાગીના બતાવીને કેન્દ્ર સરકારની પોલીસીનું ખોટુ અર્થઘટન કરીને સરકારી લાભ મેળવવામા આવી રહ્યા છે. દિલ્હી ડીઆરઆઇના દિલ્હીના અધિકારીઓએ અમદાવાદમાં બે સ્થળે અને મોડી રાત્રે રાજકોટમાં દરોડા પાડયા છે. ડીઆરઆઇના દરોડાના પગલે મસમોટું કૌભાડ ઝડપાયું છે.
દિલ્હી ડીઆરઆઇની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદમાંથી કેટલાક જવેલર્સ ગોલ્ડની આયાત કરે છે. અંદાજે 150થી 200 કિલોગ્રામ ગોલ્ડની આયાત કરતા હોય છે. હવે મોડસ ઓપરેન્ડી એવી છે કે, 24 કેરેટના એક ગોલ્ડ બિસ્કીટને ભઠ્ઠીમાં ગાળીને 22 કેરેટનુ બનાવવામા છે. 22 કેરેટના ગોલ્ડની પાટો બનાવીને સાઉથ આફ્રિકા, દોહા, દુબઇ, મસ્કત સહિતના કેટલાક નાના દેશોમાં એક્સ્પોર્ટ કરી દેવામા આવે છે. હકિકતમાં કન્સાઇનમેન્ટમાં તૈયાર બનાવેલા દાગીના એક્સ્પોર્ટ કરાય છે તેવુ બતાવવામા આવે છે અને તેના પેમેન્ટ વિદેશથી આવે છે. એક્સ્પોર્ટની સામે વિદેશથી રો-મટિરિયલ્સ ડયુટી ફ્રી આયાત કરવાના લાભો મળતા મળતા હોય છે.










