- થલતેજમાં બ્રહ્મભટ્ટ સમાજના લગ્નમાં વરસાદી વિઘ્ન
- 15 યુગલના સમૂહ લગ્ન યોજાયા હતા
- ચાલુ લગ્નમાં વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા
રાજ્યમાં આજથી લગ્નની સિઝન શરૂ જ થઈ છે ત્યાં વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે લગ્ન સીઝન બગાડી છે. આ વરસાદ અનેક લોકોના લગ્નમાં વિઘ્ન બનીને આવ્યો છે. વરસાદના કારણે લગ્નમંડપનો સામાન પણ ભીંજાયો હતો. પાર્ટી પ્લોટોમાં પણ લગ્ન મંડપનો સામાન ખરાબ થવાના કારણે ડેકોરેટર્સને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ વચ્ચે કમોસમી વરસાદે લગ્નમાં વિઘ્ન પાડ્યું છે. તેમાં અમદાવાદમાં સમૂહ લગ્નમાં વરસાદ વિલન બન્યો છે. થલતેજમાં બ્રહ્મભટ્ટ સમાજના લગ્નમાં વરસાદી વિઘ્ન સાબિત થયો છે. અહીં અમદાવાદમાં 15 યુગલના સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.










