- પાર્ટ ટાઇમ જોબના બહાને ઓનલાઇન છેતરપિંડી
- અલગ-અલગ બિડિંગ કરાવી છેતરપિંડી આચરી
- સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદમાં યુવક સાથે રૂપિયા 5 લાખથી વધુની ઠગાઇ થઇ છે. જેમાં પાર્ટ ટાઇમ જોબના બહાને ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. તેમાં અલગ-અલગ બિડિંગ કરાવી છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમાં કુલ પાંચ લાખ 60 હજાર રૂપિયા ઓનલાઈન જમા કરાવી છેતરપિંડી આચરી છે. જેમાં સાયબર ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ હતી. રોજના હજાર રુપિયા કમાવવાની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. જોકે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું હતુ. જે છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા હતા. જોકે આરોપી પાસેથી મળેલા બેંક એકાઉન્ટમાં હજારો ફરિયાદ નોંધાયેલી છે. જે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે
અમદાવાદ સાયબર ક્રાઈમની પકડમા આવેલ વિકાસ પટેલ, મિતીનસિંહ ઉર્ફે રેમો રાઠોડ અને ડીકેશ પટેલ છે. ઝડપાયેલા આરોપી ઓર્ગેનાઈઝ સાયબર ક્રાઈમના સાગરીતો છે. જે સોશિયલ મીડિયા પર લોકોને અલગ અલગ હાઈપ્રોફાઈલ પ્રોડક્ટને ઉંચા રેટીંગ આપવાના બહાને ઠગાઈ કરતા હતા. અમદાવાદના ફરિયાદીને રેટીંગ આપવા બદલ 50 હજાર રૂપિયા મળ્યા પણ હતા. ત્યાર બાદ આરોપીએ પ્રિપેઈડ કામ કરવાથી રોજના 1 હજાર કમાવવાની લાલચ આપી હતી. જે બદલ અલગ અલગ સમયે કુલ 5.92 લાખ રૂપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી. જેથી 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.