• અમદાવાદમાં 18થી 19 વર્ષના 1,05,569 મતદારો પ્રથમ વખત મતદાન કરશે

  • સૌથી વધુ 8,104 મતદારો દસ્ક્રોઇ અને સૌથી ઓછા 2,842 અસારવા વિધાનસભામાં
  • મોટેરા ખાતે EVM વેરહાઉસની જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરે મુલાકાત લીધી

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાર યાદીમાં નામ ના હોય તો મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ-6 ભરીને હજી પણ મતદાનનો લાભ લઈ શકાય છે. આ માટે ઓનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે. અમદાવાદમાં રહેતો નાગરિક ઘરે બેઠા ઓનલાઇન પ્રક્રિયાથી નામ ઉમેરી શકે છે અથવા પોતાની વિધાનસભામાં આવતી મામલતદારની કચેરીમાં જઇને પુરાવા સાથે ફોર્મ ભરીને રજૂ કરશે તો પણ મતદારયાદીમાં નામ ઉમેરાશે. બીજી તરફ પ્રથમ વખત મતદાન કરનારમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 18થી 19 વર્ષના અંદાજે 1,05,595 મતદારો છે. જેમાં હજી પણ વધારો થઈ શકે છે. સૌથી વધુ 8,104 મતદાર દસ્ક્રોઇ અને સૌથી ઓછા 2842 મતદાર અસારવા વિધાનસભામાં છે.

અમદાવાદની 21 વિધાનસભામાં કુલ 60,39,145 મતદારોમાંથી 31,33,284 પુરુષ અને 29,05,569 મહિલા મતદારો છે, જેમાં પ્રથમ વખત મતાધિકારીનો ઉપયોગ કરનાર મતદારોમાં 7,551વિરમગામ, 7,166 સાણંદ, 7,195 ઘાટલોડિયા, 6,695 વેજલપુર, 7,161 વટવા, 3,745 એલિસબ્રિજ, 3,069 નારણપુરા, 4,064 નિકોલ, 4,286 નરોડા, 3,822 ઠક્કરબાપાનગર, 3,445 બાપુનગર, 3,907 અમરાઇવાડી, 3,651 દરિયાપુર 3,409 જમાલપુર-ખાડિયા, 4,168 મણિનગર, 3,837 દાણીલીમડા, 4,278 સાબરમતી, 6,158 ધોળકા, 7,008 મતદાર ધંધુકા વિધાસનસભામાં ઉપયોગ કરશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ઇવીએમ સ્ટ્રોંગ રુમ અને મતદાન મથકની મુલાકાત લીધી હતી. મોટેરા ખાતે EVM વેરહાઉસની જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરે મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. પરંતુ સમય મર્યાદામાં મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થાય તેને જ મતદાનના પર્વનો લાભ મળે છે.


  • Follow us on: