- હિન્દુ સંગઠનોનો હુંકાર, હિન્દુ સંસ્કૃતિનું અપમાન નહી થવા દઈએ
- તેના ભગવા કલરના કપડામાં તેણે સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કર્યું
- ફિલ્મની રીલીઝનો વિરોધ કરવામાં આવ્યો
પઠાણ ફિલ્મની રીલીઝને લઈને દેશભરમાં તેનો વિરોધ શરૂ થયો છે ત્યારે કલોલમાં પણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. અને ફિલ્મમાં સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કરવામાં આવ્યું છે તેમ જણાવીને આ ફિલ્મની રીલીઝ નો વિરોધ કરવામાં આવ્યો છે. આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કલોલ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર શાહરૂખખાન અને દિપીકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મ તેની રિલીઝ પહેલા વિવાદોમાં સપડાઈ છે ફિલ્મમાં દિપીકા પાદુકોણ દ્વારા ભગવા કલરના કપડામાં બિભત્સ નખરા કરવામાં આવ્યા છે. તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દિપીકા પાદુકોણ જે.એન.યુની ટુકડે ટુકડે ગેંગની સદસ્ય છે અને આ ફિલ્મમાં જે ગીત દર્શાવવામાં આવ્યું છે. તેના ભગવા કલરના કપડામાં તેણે સનાતન સંસ્કૃતિનું હળાહળ અપમાન કર્યું છે. અને કોઈપણ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિ અપમાન કરવામાં આવશે તો તેને ચલાવી લેવામાં આવશે નહી અને તેનો વિરોધ કરાવમાં આવશે આ ફિલ્મ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. જેથી આ ફિલ્મને ગુજરાતમાં કે ભારતમાં રિલીઝ થવા ના દેવું જોઈએ અને તેનો સંદતર બહિષ્કાર કરવો જોઈએ તે મતલબનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર આપવા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.










