- સ્વામીનારાયણ સપ્રંદાય દ્વારા 42 સંસ્થાના સહયોગથી સાત દેશો સહિત
- કૅમ્પમાં 100 કરતા વધુ રકતદાતાઓએ રક્તદાન કર્યુ
- મહિલા-પુરુષ રકતદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો
શ્રી સ્વામિનારાયણ સપ્રંદાય દ્વારા 42 સંસ્થાના સહયોગથી અંકલેશ્વર સહિત સાત દેશોમાં એક જ સાથે 115 ઉપરાતં વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સીટી રોડ પર આવેલ શ્રી ધર્મકુળ આશ્રીત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતર રાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 100 કરતા વધુ મહિલા-પુરુષ રકતદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો.
200 વર્ષ પુર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે, વડતાલધામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભકતિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી. જેના 200 વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ગાદીના પીઠાધિશ્વર પ.પૂ.ધુ.ધુ શ્રી 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના પ્રાગટયના 75 વર્ષ થતા ‘વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ’ અને પ.પૂ આચાર્ય મહારાજ ‘પ્રાગટય અમૃત મહોત્સવ’ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.










