• સતત બીજા દિવસે મેગા ડિમોલેશન યથાવત રહ્યું
  • કરોડો રૂપિયાની સરકારી જમીનો પરના દબાણો દૂર કરાયા
  • 800થી વધુ પોલીસ જવાનોની સાથે મેગા ડિમોલેશન

દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ હર્ષદના દરિયાઈ વિસ્તારમાં 60 કોમેર્ષીયલ 150 રેસીડેન્ટ સહીત 7 ધાર્મિક સ્થળો પર 9.5 લાખ ફૂટ જમીન પરના ગેરકાયદેસર દબાણો ખડકાયેલા હોઈ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી સતત બીજા દિવસે યથાવત રહી હતી. હજુ પણ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

કલ્યાણપુર તાલુકાના યાત્રાધામ હર્ષદ ખાતે સતત બીજા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. યાત્રાધામ હર્ષદ ખાતે આજે બીજા દિવસે 4 લાખ સ્કેવર ફૂટ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીનો પરના દબાણો હટાવાયા હતા.

જેસીબી હિટાચી જેવા મશીનો દ્વારા ગેરકાયદેસર જમીન પર બુલડોઝર ફરી વળ્યું હતું. જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ 800થી વધુ પોલીસ જવાનોની ટીમો સાથે મેગા ડિમોલેશન યથાવત રહ્યું હતું. હર્ષદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન યથાવત રહ્યું હતું. 

  • Follow us on: