ભાવનગર શહેરમાં છેલ્લા 2 દિવસથી મનપા દ્વારા 40થી વધુ ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગેરકાયદેસરના દબાણો હટાવવામાં આવ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલા દિવસોથી આ કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે.


ભાવનગરમાં દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. બે દિવસમાં 40થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. મનપાએ મોતીતળાવ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. 5 ટ્રક ભરીને લોખંડની મશીનરીનો સામાન જપ્ત કર્યો છે. અગાઉ દૂર કરેલા દબાણો ફરી થતા બુલ્ડોઝર ફેરવવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ભાવનગર મનપાની દબાણ હટાવ ટીમની કામગીરી તેજ કરવામાં આવી છે.  ભાવનગર મનપાએ 2 દિવસ માં મોતીતળાવ વિસ્તારમાંથી 40થી વધુ ગેરકાયદેસર દબાણો પર બુલ્ડોઝર ફેરવ્યું છે. મનપાની દબાણ હટાવ ટીમે 2 દિવસમાં પાઇપ, પતરા, જાળી, દીવાલ, લારી સહિતના દબાણો દૂર કર્યા છે. આ ઉપરાંત પાંચ ટ્રક ભરીને લોખંડની મશીનરીનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. મનપાની દબાણ હટાવ ટીમે થોડા સમય પહેલા પણ દબાણો દૂર કર્યા હતા પરંતુ ફરી દબાણકર્તાઓ એ દબાણો કરતા મનપાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે.

  • Follow us on: