• પોલીસને જોઈ જતાં દારૂનું કટિંગ કરનારા ભાગી છુટયાં

  • કાર, મોબાઇલ અને દારૂ સહિત રૂા. 14,66,600નો મુદ્દામાલ જપ્ત
  • પાદરામાં એલસીબી પોલીસે 178 પેટી દારૂ ઝડપી પાડયો હતો.

પાદરાના વડુ પોલીસ સ્ટેશન હદમાં વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ગવાસદ ગામની સીમમાંથી બે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો જથ્થો લાવી કટીંગ કરતા હતા.

તે દરમિયાન રેડ કરતા પોલીસે દારૂની કુલ પેટી નંગ 178 કુલ બોટલો 4767 કિં. રૂા. 861600 તેમજ મોબાઈલ રૂા.5000 અને બે ફેરવીલ ગાડી 6 લાખ મળી કુલ રૂા. 14,66,600નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રાત્રિના અંધારામાં પોલીસને જોઈને વિદેશી દારૂની પેટિયો ભરનાર ઇસમો દૂરથી જોઈ અંધારામાં ઝાડી ઝાંખરામાં છુટા છુટા નાસી ગયેલ હોવાની ફરિયાદ વડુ પોલીસ મથેક નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વડોદરા ગ્રામ્ય એલસીબી સ્ટાફ્ ના માણસો વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ગવાસદ ગામની સીમમાં GGS ડબકા બંકાહાઉસની પાછળ કેનાલ તરફ્ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને હેરાફેરી કરી કટીંગ ચાલુ છે. જ્યાં બે ફેરવીલ ગાડીઓ ઉભી છે. તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ્ રાત્રિના અંધારામાં કાચા રસ્તા ઉપર ખેતરના બાજુમાં બે સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં ત્રણ ચાર જેટલા માણસો ખેતરના સેઢા ઉપર પડેલ વિદેશી દારૂની પેટીઓ ગાડીમાં ભરતા હતા. દરમિયાન પોલીસ સ્થળ ઉપર પહોંચતા દારૂની પેટીઓ ભરનાર ઈસમો દુરથી જોઈ જતા અંધારામાં ફેરવીલ ગાડી મૂકી ઝાડી ઝાંખરામાં નાસી ગયા હતા. બાજુમાં ખેતરમાં વિદેશી દારૂની પેટીઓ પડેલી હતી. મારુતિ ગાડી સફેદ કલરની નંબર વગરની અને બીજી ઈ27એપી 1686 ગાડી મૂકી કટિંગ કરતા ઈસમો ભાગી છૂટયા હતા.


  • Follow us on: