ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સેનાની જવાબી કાર્યવાહીના વીડિયો જોવાના જો તમે શોખીન હોવ તો તમારી સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે પાકિસ્તાની હેકર્સ સાઈબર અટેક કરવાની ફિરાકમાં છે જેમાં તેઓ કાશ્મીર હુમલાના લખાણો વાળી લીંક મોકલીને તમારો ફોન હેક કરી શકે છે. કેવી રીતે આવી લિંકોથી ફોન હેક થતો હોય છે અને તમારા કિંમતી ફોન અને ડેટાને હેક થતો બચાવવા શું કરશો? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં.


[[$googlead]]

લિંકોને ડિસ્ટ્રોય કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

ભારતના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ તો આપી દીધો છે પણ અવળચંડાઈ ભર્યુ પાકિસ્તાન સુધરે તેમ નથી અને આ જ કારણથી એવી આશંકાઓ સેવાઈ રહી છે કે પાકિસ્તાનના હેકર્સ ભારતમાં સાઈબર અટેક કરી નાગરિકોના ફોન હેક કરી રહ્યા છે, જેમાં તેઓ ભારત-પાકિસ્તાન સેના વચ્ચે ઘર્ષણ દરમ્યાન થયેલી કાર્યવાહીના ફોટા તેમજ લખાણો વાળી લીંકો મોકલી રહ્યા છે. જેમાં એક હિડન પ્રોગામ ફીટ કરેલો છે. આ લખાણો વાળી લિંકો પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી માત્ર એક જ મિનિટમાં તમારો આખે આખો ફોન હેક થઈ જશે. જેમાં તમારા ફોનમાં રહેલા ફોટો, વીડિયો, કોન્ટેક્ટ ડિટેઈલ તેમજ ડિજિટલ ટ્રાન્જેક્શનના OTP પણ પાકિસ્તાની હેકર્સ ત્યાં બેઠા મેળવી શકશે. અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે અને આવી લિંકોને ડિસ્ટ્રોય કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

[[$alsoread]]

ફોટો કે વિડિયોને ઓપન ન કરવાની સલાહ

આ પ્રકારની ગતિવિધિઓ કરવા માટે હેકર્સ એક સ્પેશિયલ પ્રકારની એપ્લિકેશન અને પ્રોગામ થકી એક લીંક જનરેટ કરતા હોય છે, જેની અંદર હેકિંગ સોફ્ટવેર રહેલુ હોય છે. જેને ફોનમાં ઈન્સ્ટોલ કરતાની સાથે જ તમારો સંપૂર્ણ ડેટા હેકર્સ પાસે પહોંચી જાય છે. સંદેશ ન્યુઝના દર્શકોને જાગૃત કરવાના ઈરાદાથી જાણીતા સાઈબર એકસપર્ટ ફાલ્ગુન રાઠોડ દ્વારા પાકિસ્તાની હેકર્સ જે લિંકો થકો નાગરિકોના ફોન હેક કરતા હોય છે. તેવી જ એક લિંક બનાવવામાં આવી જેના થકી અમે લાઈવ ડેમો તમારા સુધી પહોચાડી રહ્યા છીએ. હેકર્સ આ પ્રકારની લિંક માત્ર ગણતરીની મિનિટોમાંજ બનાવી દે છે અને બ્લાસ્ટ મેસેજ થકી હજારો યુઝર્સ સુધી મેલેશિયસ લિંક પહોચાડતા હોય છે. આ પ્રકારની લિંક ખોલવાથી તમારો સંપૂર્ણ ફોન હેક થઈ જતો હોય છે એટલે જ સાઈબર એક્સપર્ટ અને સાઈબર ક્રાઈમના અધિકારીઓ આવી અજાણ્યા નંબર પરથી આવતી લિંક, ફોટો કે વિડિયોને ઓપન ન કરવાની સલાહ આપે છે.

સાઈબર ફ્રોડ બાબતે વઘુ જાગૃત થવુ જરૂરી

હેકર્સ દ્વારા બનાવવામાં આવેલી લિંક એપ્લિકેશનસ, ફોટો કે વીડિયો ફોર્મેટમાં હોઈ શકે છે, જેમાં લોભામણી લાલચો તેમજ ખોલવા માટે મજબૂર થાય તેવા લખાણો સાથેની આ લિંક જનરેટ કરવામાં આવતી હોય છે. જેનાથી ભારતના નાગરિકોને આર્થિક અને સામાજિક નુકસાની પહોચાડી શકાય..ભારતીય જવાનોએ તો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને તેમની ઔકાત બતાવી દીધી છે ત્યારે આ સમયે પાકિસ્તાની હેકર્સની મેલી મુરાદને નિષ્ફળ બનાવવા ભારતના નાગરિકોએ પણ સાઈબર ફ્રોડ બાબતે વઘુ જાગૃત થવુ જરૂરી છે.

  • Follow us on: