બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને ડીસામાં નેત્રમ દ્વારા સીસીટીવી લગાવવામાં આવ્યા બાદ પોલીસને તેમાંથી આવક ઉપરાંત ગુના શોધવામાં પણમદદરૂપ બન્યા છે.અને આથી જ બનાસકાંઠા જિલ્લામાં નેત્રમ દ્વારા પોલીસને આવક મેળવવામાં પણ અગ્રેસર બન્યુ છે.અને ટ્રાફીક નિયમનના ભંગમાં સીસીટીવીમાં કેદ થયેલા 49,383 લોકોને ઈમેમો આપવામાં આવ્યા છે.જેમાં સૌથી વધુ મેમો મોબાઈલ પર વાત કરનારાઓને આપવામાં આવ્યા છે.અને એક વર્ષમાં ચાલુ વાહને મોબાઈલ વાત કરતાં 20 હજાર વાહનચાલકોને ઈમેમો આપવામાં આવ્યા છે.જેની દંડની રકમ રૂા.એક કરોડ ઉપરાંત થાય છે.


રાજય સરક્વારા નેત્રમના માધ્યમથી ક્રીમીનલ તત્વોને ઝડપી લેવા અને ચોરી,લૂંટ,ચેઈન સ્નેચીંગ જેવી ઘટનાઓમાં ગુનેગારોને ઝડપી લેવા માટે ઉપયોગી બનાવ્યુ છે.સાથે સાથે ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ મેમો આપવાની સિસ્ટમ પણ અપડેટ કરી છે.આમ નેત્રમમાં એક વાર ચહેરો સ્કેન થઈ જાય અથવા વાહનનો નંબર સ્કેન થઈ ગયા બાદ તેની આખી કુંડળી બહાર આવી જાય છે.અને તે ક્યારે અને ક્યાં ફરે છે.તેની પણ વિગત મળી જાય છે.આમ નેત્રમના માધ્યમથી ચોરી અને લૂંટના ગુના સહીતના આરોપીઓને ઝડપી લેવામાં ખુબ જ મદદરૂપ બની રહેલા નેત્રમ દ્વારા લોકોને દંડ પણ કરવામાં આવે છે.જેમાં કેટલાક વાહનોને તો વારંવાર દંડ થવાથી વાહન વેચે તોય દંડની રકમ ભરી ન શકે તેવી હાલત થતી હોય છે.ગરીબ વર્ગના લોકો માંડ હપ્તેથી ટુ વ્હીલર વસાવ્યુ હોય અને જો ઈમરજન્સીમાં પણ ફોન ચાલુ વાહને ઉપડી ગયો તો દંડ ભરવો જ પડે છે.અને આ રીતે એક વર્ષમાં નેત્રમ દ્વારા લોકોની કરમ તોડી નાખે તેવો દંડ વસુલ્યો છે.અને ઈ-ચલણ આપ્યા છે.આમ નેત્રમનો જેટલો સારો અભિપ્રાય છે.તેટલો જ નેગેટીવ પાસુ પણ છે.નંબરવાળા વાહન ચાલકો દંડાય છે.અને નંબર વગરના અને બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોને દંડ કરવા માટે નેત્રમ પાસે કોઈ સિસ્ટમ કે પ્રોગ્રામીંગ નથી.અને તેના કારણે દંડથી કંટાળી ગયેલા લોકો હવે નંબર વગરના વાહનો લઈને ફરવા લાગ્યા છે.


  • Follow us on: