પાલનપુરમાં વડલીવાળુ પરૂ કંથેરીયા હનુમાન મંદિર પાસે, જુની ફોરેસ્ટ ખાતાની ઓફિસ સામે રહેતા લોકેશકુમાર મોહનભાઈ સિંધી (લુવાણા)એ પાંચ મહિના પહેલા તેમની પત્નિ બિમાર થયેલ હોઈ અને ઓપરેશન કરાવવાની જરૂરીયાત ઉભી થતાં તેમને પૈસાની જરૂર પડતાં પાલનપુર ફાંસીયા ટેકરા ઉપર રહેતા રમેશભાઈ ખુશાલભાઈ સિંધી (લખીયાણી) જેઓ વ્યાજે નાણાં ધીરનારનો ધંધો કરતા હોવાથી લોકેશકુમારે અગાઉ પણ તેઓ પાસેથી વ્યાજે પૈસા લઈ ચુકવેલ દીધેલ હોઈ તેઓ પાસેથી લોકેશકુમારે પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરતાં રમેશભાઈ લખીયાણીએ કહેલ કે તારે પચાસ હજાર જોઈતા હોય તો હું પંદર ટકા વ્યાજ લઈશ તેવી વાત કરેલ એટલે લોકેશકુમારની પત્નિના ઓપરેશન કરવા પૈસાની જરૂર હોય અને લોકેશકુમાર અને તેમની પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હોય જેથી લોકેશકુમારે તેમની પાસેથી નવેમ્બર 2024 માં પચાસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા અને તેમની પત્નિનું ઓપરેશન કરાવેલ એટલે ધંધા ઉપર જઈ શકેલ નહિ એટલે તેના વિશેક દિવસ પછી લોકેશકુમારે ધંધા માટે માલ સામાન ખરીદવા રૂપિયા વીસ હજાર ફરીથી વ્યાજે લીધેલા એટલે રમેશભાઈએ લોકેશકુમાર પાસેથી બેંક ઓફ બરોડા બેંકના ત્રણ કોરા ચેક સહીવાળા તારીખ વગરના લીધેલા અને રમેશભાઈએ નક્કી કરેલ કે દર દસ દિવસે રૂપિયા 3500 ચુકવી આપવાના અને મહીનાના રૂ.10,500 ચુકવવાના થતા તે લોકેશકુમાર દર દસ દિવસે નક્કી કરેલ રકમ રોકડેથી અને રોકડમાં ન હોય તો ઓનલાઈનથી ચુકવતો હતો અને મહિના રૂપિયા 10,500 લેખે આજદીન સુધી રૂપિયા 52,500 છેલ્લા પાંચ મહિનામાં વ્યાજ પેટે ચુકવેલ છે અને દર દસ દિવસે રૂપિયા 3500 રમેશભાઈને વ્યાજપેટે ચુકવવાના હોઈ અને તેમાં એક બે દિવસ મોડુ થાય તો રમેશભાઈ લખિયાણી લોકેશકુમારના ઘરે આવી અને દાદાગીરી કરી વ્યાજની ઉઘરાણી કરી અને લોકેશકુમારના માતા-પિતાની હાજરીમાં અપશબ્દો બોલી અને રૂપિયા હજાર પેનલ્ટી વસુલ કરતો હતો અને બળજબરીથી રૂપિયા 5000 પેનલ્ટી વસુલ કરેલી જેથી લોકેશકુમારે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે રમેશભાઈ ખુશાલભાઈ સિંધી સામે ફરિયાદ નોંધાવી છે.

વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર









