પાલનપુર શહેરમાં બહાદુર ગંજ વિસ્તારમાં મહાજનના ડેલા પાસે રહેતા અજહરખાન મુનીરખાન પઠાણ તથા તેના મિત્ર વિક્રાંત ઉર્ફે વિકાસ પર ત્રણ ઈસમોએ પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં બંન્ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે અંગે પોલીસ ત્રણેય ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉપરોકત ફરીયાદની વિગત એવી છે કે ગત મોડી રાત્રે અજહરખાન પઠાણ તેના ઘરે જઈ રહ્યો હતો તે વખતે ઈમરાન ઉર્ફે ભુરો ઈમ્તિયાઝખાન સુમરા રહે.નાની બજાર ડાયરા તથા પરવેઝખાન ઉર્ફે પપ્પુ મુજફ્ફર ખાન નાગોરી રહે.નાગોરીવાસ તેમજ પરવેઝખાનનો કાકાનો દિકરો શાહરૂખ નાગોરી અજહરખાનના ઘર આગળ ઉભા હતા અને તેમની જોડે આવી ઈમરાન ઉર્ફે ભુરાએ અપશબ્દો બોલી અને કહેવા લાગેલ કે તુ કેમ વિક્રાંત ઉર્ફે વિકાસ માળી સાથે ફરી છે અને તેની કેમ મિત્રતા રાખે છે તેમ કહી અને પાઈપથી હુમલો કરતા ઝપાઝપી દરમ્યાન પરવેઝખાન ઉર્ફે પપ્પુએ છરી કપાળના ભાગે મારી ઈજા કરેલ અને શાહરૂખ નાગોરીએ પાઈપ વડે માર મારતા બુમાબુમ કરતા અજહરખાનના માતા છોડાવવા વચ્ચે આવતા તેમને પણ છરી મારી દીધી હતી અને ત્યાંથી ત્રણેય જણા ભાગી ગયેલ આથી અજહરખાનને દવાખાને લઈ જવા માટે વિક્રાંતને બોલવતા તેઓ એક્ટીવા લઈ અને દવાખાને જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં ત્રણબત્તી વિસ્તારમાં એક્ટીવા ઉભુ રખાવી અને ઈમરાન ઉર્ફે ભુરાએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેની સાથે પરવેઝખાન ઉર્ફે પપ્પુએ કહેલ કે મે અગાઉ મર્ડર કરેલ છે અને હવે તારૂ મર્ડર કરી નાખીશ તેવી ધમકી વિકાસ ઉર્ફે વિક્રાંતને આપતા હતા તે વખતે લોકોનું ટોળું એકત્ર થઈ ગયેલ અને ત્યાંથી દવાખાને જતા હતા તે વખતે વિકાશ માળીને માથામાં પાછળની બાજુએ ચપ્પાના ઘા ઝિંકી દઈ અને ઈજા કરેલ આથી તેઓ લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલા અને સારવાર કરાવી હતી જે અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Follow us on: