પાલનપુર તાલુકાના સાસમ ગામમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમુહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.


તેમજ વડગામના અગ્રણી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિનભાઈ તથા સમાજના અગ્રણી જ્યંતીભાઈ ભાટીયા તેમજ સમાજ સેવક હરેશભાઈ ચૌધરી તથા હિતેશભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને ભેટ તથા આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દાતાઓ દ્વારા ભેટ સોગાદ આપવામાં આવી હતી. સમગ્ર લગ્નનું આયોજન વાલ્મિકી સમાજના યુવક નીપુલભાઈ મકવાણા અને દર્શનભાઈ જગરાળાએ જહેમત ઉઠાવી અને આયોજન કર્યું હતું. જેમાં સમાજના અગ્રણીઓએ સમુહ લગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું.


  • Follow us on: