પાલનપુરની યુવતીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી મળતા હાલમાં સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેણીને સાસરીયામાં પતિ દ્વારા અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હોઈ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી જે અંગેનો કેસ પાલનપુરમાં ચાલી જતા તેણીના પતિ નિર્દોષ જાહેર થયા બાદ તે ઘર તરફ જઈ રહ્યા હતા તે વખતે તેમના પતિ તથા તેમના જેઠ તથા તેમનો દિકરો આવી ગયેલ અને તેણીના પતિએ રસ્તામાં વાળી ખેંચી અપશબ્દો બોલી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પાલનપુરમાં ચામુંડા નગર સોસાયટી અને હાલ રહે.વડોદરાના સાવલીમાં ભાદરવા પોલીસ લાઈન ખાતે રહેતા સ્વાતીબેન રાજેશભાઈ પટણીએ તેમના પતિ અને સાસરીયા વિરૂદ્ધ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક તથા માનસિક ત્રાસ બાબતે તથા દહેજની માંગણી બાબતે ફરિયાદ કરેલ હતી તેમજ પતિ વિરૂદ્ધમાં ફરિયાદ કરેલ હોય જેથી બંન્ને કેસો કોર્ટમાં ચાલુ હતા જેથી બંન્ને કેસની મુદ્દત હોવાથી ગત તા.28/02/2025 ના રોજ સ્વાતીબેન રજા મેળવી પાલનપુર ખાતે આવેલ અને પાલનપુરની કોર્ટમાં કેસ ચાલી જતા તેમના પતિને કોર્ટે નિર્દોષ જાહેર કરતા સાંજના સાડા પાંચેક વાગ્યના સુમારે સ્વાતીબેન તથા તેમની માતા કમળાબેન બંને જણાઓ ઘરે જવા નિકળેલ અને ચાલતા ચાલતા જોરાવર પેલેસના ગેટમાંથી સર્વિસ રોડ પર જતા હતા તે વખતે તેમના પતિ નવનીતભાઈ તથા તેમના જેઠ વિજયભાઈ તથા તેમનો દિકરો અરૂણભાઈ તથા વિવેકભાઈનાઓ મુદ્દતે આવેલ હોઈ તે વખતે સ્વાતીબેનના પતિ નવનીતભાઈ સ્વાતીબેનને જોઈ જતાં દોડીને તેમની પાસે આવી વાળ ખેંચીને અપશબ્દો બોલવા લાગેલ જેથી સ્વાતીબેને અપશબ્દો બોલવાની ના પાડતા નવનીતભાઈ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી તેમની માતા છોડાવવા વચ્ચે પડતા નવનીતભાઈ જતા જતાં કહેલ કે આજે તો જાઉં છું પણ લાગ આવેથી તને હું ગમે ત્યાં જાનથી મારી નાખીશ તેવી જાશા ધમકીઓ આપતા આ અંગે સ્વાતીબેને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે નવનીતભાઈ જ્યંતીભાઈ પટણી (રહે.અમદાવાદ નવી ફુલચંદ મુળચંદની ચાલી), શારદાબેન હોસ્પિટલ સામે સરસપુર, અમદાવાદવાળા વિરૂદ્ધ ગુનો નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: