દાંતા-અંબાજી વચ્ચે અલગ અલગ બે કારના અકસ્માત સર્જાયા હતા જેમાં કુલ 9 લોકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમાં એક અકસ્માતની વિગત એવી છે કે દાંતા સર ભવાની હાઈસ્કુલ પાસે કાર ડિવાઈડર તોડી અને પલ્ટી ગઈ હતી અને જ્યારે બીજા એક અકસ્માતમાં દાંતાથી અંબાજી તરફ દર્શનાર્થે આવી રહેલ કાર પાન્છા નજીક પલ્ટી જતા કાર રોડની સાઈડે ખેતરમાં પહોંચી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ 9 લોકોને નાની મોટી ઈજા સર્જાઈ હતી.


ઉપરોકત અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં મા ગાયત્રી ફ્લેટમાં રહેતા ચિરાગ બાબુલાલ પ્રજાપતિ તેમની ટાટાની પંચ ગાડી લઈ અંબાજી દર્શનાર્થે જઈ રહ્યા હતા તે વખતે પાન્છા પેટ્રોલપંપ પાસે અગમ્ય કારણોસર ગાડી પલ્ટી જતા બાજુમાં ખેતરમાં જઈ પહોંચી હતી જો કે કારમાં એક બાળકીને ઈજા થઈ હતી.જે અંગે જાણ થતા દાંતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજા એક અકસ્માત ની પ્રાપ્ત માહિતી અનુસાર દાંતા અંબાજી હાઈવે પર સર ભવાની હાઈસ્કુલ પાસે આબુરોડથી અમદાવાદ જઈ રહેલ કાર ડિવાઈડર તોડી અને બાજુમાં ખાડામાં ખાબકી હતી.આમ એક જ દિવસમાં બે બનાવ નોંધાતા પોલીસે બનાવ અંગે ફરીયાદ નોંધી હતી.


  • Follow us on: