પાલિતાણા નગરપાલિકાના કર્મચારીઓના 2 મહિનાનો પગાર તા.1ના ચુકવાશે.


પાલીતાણા નગરપાલિકાના કર્મચારીઓના ત્રણ મહિનાના પગારની સમસ્યાને લઈ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શક અને સૂચના હેઠળ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા યોગ્ય રજૂઆતને ધ્યાને લઈ પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, અને ઉપપ્રમુખ અમિતભાઈ પ્રબતાણી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા ગુજરાત ફઇનાન્સ બોર્ડમાંથી 4 કરોડ 9 લાખની લોન દ્વારા પાલીતાણા નગરપાલિકાના કર્મચારીઓના 2 મહિનાના પગાર તથા 17 કાયમી નિવૃત્ત કર્મચારીઓની એક કરોડ રૂપિયાની ગ્રેજ્યુટી તથા 24 રોજમદાર કર્મચારીઓની 26 લાખની ગ્રેજ્યુટી તા.1/4 ચુકવણું કરવામાં આવશે.તેમ જાણવા મળ્યુ છે,કર્મચારીને આગામી 6 મહીના સુધી પગારની અગવડ નહી પડે.તેમ જાણવા મળ્યુ છે.


  • Follow us on: