પંચમહાલમાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસ જવાને વિકલાંગ યુવકને પાવાગઢ પર્વતના પગથિયા ચડાવ્યા અને મંદિરમાં દર્શન કરાવી યુવકને પરત પણ ઉતાર્યો છે. પોલીસની સરહાનીય કામગીરીનો વીડિયો વાયરલ થયો છે.


[[$googlead]]

પંચમહાલ પોલીસના જવાનની સરાહનીય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સામાન્ય રીતે લોકોની સુરક્ષા કરતી પોલીસ હવે લોકોની આસ્થામાં મદદરૂપ સાબિત થઇ છે. વાત કરવામાં આવે તો પંચમહાલમાં પોલીસ જવાને વિકલાંગ યુવકને પાવાગઢ પર્વતના પગથિયા ચડાવ્યા એટલું જ નહીં. માતાજીના દર્શન કરાવીને પરત પણ ઉતાર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ રિયાઝ ખામયાની નામના પોલીસ જવાનની....આ પોલીસ જવાને વિકલાંગ યુવકને ઊંચકીને પાવાગઢ પર્વતના પગથિયાં ચડાવ્યા છે.

પોલીસ જવાન રિયાઝ ખામયાનીએ પાવાગઢ ડુંગર પર મા મહાકાળીના દર્શન કરાવી 22 વર્ષીય વિકલાંગ યુવકને પરત પણ ઉતાર્યો છે. આ પોલીસ જવાની કામગારીથી લોકોમાં ભારે ઉત્સાહ સાથે સન્માન પણ વધ્યું છે. પરિવાર સાથે પાવાગઢ દર્શન કરવા આવેલ દિવ્યાંગ યુવકની ઈચ્છા પૂરી કરી છે. દિવ્યાંગ યુવકને ઊંચકીને પાવાગઢ પર ચડતા અને ઉતરતા વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય માણસ પણ પગથિયાં ચડતા થાકી જાય એવામાં 22 વર્ષીય યુવકને ઊંચકીને ચડવું ખૂબ જ મુશ્કેલ હતું. જોકે આ પોલીસ જવાનને સરાનીય કામગીરીથી અનેક લોકોને પેરણારૂપ સાબિત થઇ છે.

[[$alsoread]]
  • Follow us on: