રાજ્યમાં કેટલીક વખત ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. ત્યારે હાલોલ GIDC, ગોધરાના કાંકણપુરમાંથી ખનીજ ચોરી ઝડપાઇ છે. કાંકણપુર પાસેથી 5 ટ્રક અને ખનીજ સહીત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગે હાલોલના જીઆઈડીસી વિસ્તાર, અને ગોધરાના કાંકણપુર પાસેથી મોટી ખનીજ ચોરી પકડી પાડી છે. હાલોલના જીઆઈડીસી વિસ્તાર પાસેથી બ્લેક ટ્રેપ ખનીજ અને રેતી ભરી જતી 3 ટ્રક ઝડપાઈ, જ્યારે ગોધરાના કાંકણપુર પાસેથી ખનીજ કોલસો ભરી જરી 2 ટ્રક ઝડપી પાડી છે. કુલ 5 ટ્રક અને ખનીજ સહીત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.













