• પંચમહાલ લોકસભા બેઠક પર ફરી ભાજપની જીત 
  • રાજપાલસિંહ જાદવની 5 લાખના માર્જિનથી જીત
  • કોંગ્રેસના ગુલાબસિંહને મળ્યા માત્ર 2,78,979 મત 

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. ગુજરાતની પંચમહાલની બેઠક પરથી રાજપાલસિંહ જાદવની જીત થઇ છે. રાજપાલસિંહ જાદવ જીત થતા ભાજપના કાર્યકરો તથા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પંચમહાલ બેઠક પર ભાજપે રતનસિંહ રાઠોડની ટિકિટ કાપીને આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં રાજપાલસિંહ જાધવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

505107 મતના માર્જિનથી ભાજપની જીત 

[[$googlead]]

જાણવા મળી રહ્યું છે કે પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને 784086 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહને માત્ર 2,78,979 મત મળ્યા છે. આમ, 505107 મતની વિશાળ માર્જિનથી ભાજપની જીત થઈ છે. 

[[$alsoread]]

કોંગ્રેસના ઉમેદવારના ભાજપ પર આક્ષેપો 

જોકે, કોંગ્રેસના ઉમેદવાર હાર પચાવી નથી શક્યા અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના રાજપાલસિંહ સામે ગુલાબસિંહની કારમી હાર બાદ જ્યારે સંદેશ દ્વારા ગુલાબસિંહની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે નિવેદન કરતાં હારનું ઠીકરું ભાજપ પર ફોડ્યું હતું. તેમણે ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે ભાજપે ચૂંટણીમાં દારૂ અને પૈસા ન રેલમછેલ કરી હતી જેને લઈને ભાજપને મોટી લીડ મળી છે. જોકે, મતદારોનો આભાર માની ગુલાબસિંહે જનાદેશનો સ્વીકાર કર્યો કર્યો હતો. 


  • Follow us on: