• પાણીપુરીમાં વપરાતા સડેલા બટાટાનો નાશ કરાયો
  • 150 ફૂટ રીંગ રોડ પર કાર્યવાહી ફૂડ વિભાગના દરોડા
  • સાંઝા ચુંલ્હા રેસ્ટોરન્ટમાંથી વાસી નુડલ્સનો પણ નાશ કરાયો

રાજ્યમાં પાણીપુરીના શોખીનો ઘણા છે. તમે કોઈ પણ લારી જોશો કે પછી પાણીપુરીના સ્ટોલ. દરેક જગ્યાએ તમને ભીડ જોવા મળશે. લોકો ઘરે પણ પાણીપુરી બનાવે છે પણ લારીની પાણીપુરી ખાવાની મજા અલગ હોય છે. હાલમાં રાજકોટમાં આરોગ્ય વિભાગે પાણીપુરીને લઈને કાર્યવાહી શરૂ કરી છે.


[[$googlead]]

[[$alsoread]]

આરોગ્ય વિભાગની કાર્યવાહી

રાજકોટમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી દરમિયાન જાણ્યું કે અહીંની પાણીપુરીમાં સડેલા બટાટાને બાફીને તેનો ઉપયોગ કરાય છે. આરોગ્ય વિભાગની ટીમે રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર પાણીપુરી વેચી રહેલા લોકો પર કાર્યવાહી કરી હતી. આ સમયે આ પાણીપુરી આરોગ્ય માટે નુકસાનદાયી હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્યની ટીમે પાણીપુરીમાં વપરાતા સડેલા બટાટાનો નાશ કર્યો હતો. આ સાથે જ ઇન્દિરા સર્કલ પાસે આવેલા સાંઝા ચુંલ્હા રેસ્ટોરન્ટમાંથી વાસી નુડલ્સ મળી આવ્યા અને આરોગ્યની ટીમે આ નુડલ્સનો સ્થળ પર જ નાશ કર્યો હતો. 

તો હવે રાજકોટમાં પાણીપુરી ખાતા પહેલા સાવધાની રાખજો જેથી તમે સ્વાદનો ચટકારો લેવામાં તમારી હેલ્થને નુકસાન ન કરી બેસો.

  • Follow us on: