બોટાદમાં KYC અપડેટને લઈ અરજદારોમાં રોષ જોવા મળ્યો છે.તાલુકા સેવા સદન ખાતે અરજદારોની લાબી લાઈનો લાગી છે જેમાં આધારકાર્ડ, રેશનકાર્ડ KYC અપડેટને લઈ અરજદારો વહેલી સવારથી પહોંચી રહ્યાં છે.કોઈ વ્યવસ્થા ન હોવાનો અરજદારોનો આક્ષેપ છે,તો અરજદારનું કહેવું છે કે,વારંવાર ધક્કા ખાવા પડે છે તેમ છત્તા કામગીરી થતી નથી,સિનિયર સિટીઝન અરજદારોને પણ હાલાકી પડી રહી છે.અરજદારો સહકાર નથી આપતા તેવો આક્ષેપ અધિકારીનો છે.


[[$googlead]]

શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.

[[$alsoread]]


લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા

સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં બાયોમેટ્રિક સહિત તમામ વિગતો સાથે બંને કાર્ડ લિંક હોવા પણ જરૂરી છે અને ત્યારબાદ સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા એપ્રુવલ માટે કાર્યવાહી કરવાની રહે છે, ત્યારે હાલના સમયમાં રેશનકાર્ડ અને બાયોમેટ્રિકની વિગતો સરકારના પોર્ટલમાં અપડેટ કરવા છતાં ડેટા ફેચ નહીં થતાં બાળક સરકારી શિષ્યવૃતિ માટે લાભથી વંચિત રહી જાય છે અને ધક્કાઓ ખાવા મજબૂર બને છે.

લોકો કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર

અહીંયા નથી પંખા કે પાણી પીવાની સગવડ, જેથી લોકોના હાથમાં રહેલા ડોક્યુમેન્ટ દ્વારા લોકો ગરમીથી રાહત મેળવવા માટે હાથ વડે પંખો નાખતા જોવા મળ્યા હતા. આ e kycની મજબૂરીએ લોકોને કામ ધંધો છોડી ભાડા ખર્ચીને ધક્કો ખાવા મજબૂર કર્યા છે. ફરી એકવાર e kycની સાથે સાથે રેશનકાર્ડમાં નામ સુધારા વધારા તેમજ શાળામાંથી મળતી શિષ્યવૃતિ માટે આધારકાર્ડ લીંક કરવા માટે નાનાથી લઈ મોટા લોકો લાઈનોમાં લાગ્યા છે. ત્યારે ડિજિટલ યુગમાં પણ લોકો સરકારના એક નિર્ણય સામે મજબૂર બન્યા છે. ત્યારે ક્તારોમાં કલાકો ઉભા રહેવા છતાં કોઈ કામ ન થતાં તેમજ સગવડના અભાવ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: