રાજકોટમાં E-KYC કરાવવા માટે વહેલી સવારથી લોકો લાઈનો લગાવીને ઉભા છે.સવારે 6 વાગ્યાથી અરજદારો લાઈનમાં ઉભા છે જેને લઈ અરજદારોમાં રોષ જોવા મળ્યો છે.લાઈટ ના હોવાના કારણે ટોકન પણ આપ્યા નથી તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે.ટોકન ના આપતા અરજદારોએ હોબાળો કર્યો હોવાની વાત પણ સામે આવી છે.જૂની કલેકટર કચેરીએ લાંબી લાઈનો લગાવવામાં આવી છે અને અરજદારો હજી પણ લાઈનમાં ઉભા છે.


[[$googlead]]

ઈ-કેવાયસી ફરજિયાત છે

બાળકોએ શિષ્યવૃતિ લેવી હોય તો રેશનકાર્ડમાં એન્ટ્રી ફરજીયાત બનાવાઈ છે.30 સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.જો કે શાળા કક્ષાએ શિક્ષકો મારફતે પીડીએસ એપ્લિકેશન રાહે આ કામગીરી થાય છે, મામલતદાર પુરવઠા શાખામાં પણ ઇ-કેવાયસી થાય છે અને ગામડામાં વીસીઇ પણ આ કામગીરી કરે છે. જોકે, મહેસાણા મામલતદાર કચેરીમાં એક જ બારી હોવાથી કલાકો સુધી લોકોને ઇ-કેવાયસી માટે રાહ જોવી પડી રહી છે.

[[$alsoread]]

સર્વરમાં તકલીફ

છતાં પણ સર્વર ચાલશે કે કેમ તેમનો નંબર આવશે કે કેમ તેવા જ સવાલો ઊભા થતા હોય છે. કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહથી તો કેટલાક વાલીઓ સતત બે દિવસથી કેવાયસી માટે સવારથી લાઈનોમાં ઊભા રહે છે પરંતુ કોઈને કોઈ કારણસર તેમને ધક્કા ખાવાનો જ વખત આવતા સરકારી તંત્ર પર રોષ ઠાલવ્યો છે. વાલીઓની એક જ માંગ છે કોઈપણ યોજના બહાર પાડો તો સૌપ્રથમ તેની યોગ્ય સિસ્ટમ ગોઠવવી જોઈએ જેથી કરીને વાલીઓ કે બાળકોને સુવિધા નો અહેસાસ ના થાય અને સરળતાથી કામ થાય તેવી માંગ કરી છે.

શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.

 

  • Follow us on: