• આ ઘટનામાં આરોપીઓને કડક સજાની કરી માંગ
  • સ્કૂલ સંચાલકોને પણ સજા થાય તેવી માંગ
  • વાલીઓ આંસુ સાથે કોર્ટ પાસે રાખી રહ્યા છે ન્યાયની આશા
રાજ્યમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો ભોગ લેનાર વડોદરના હરણી તળાવની દુર્ઘટનામાં વાલીઓનો રોષ વધી રહ્યો છે. આ વચ્ચે જરાત હાઇકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરીને ગૃહ વિભાગના સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે. જેમાં હાઇકોર્ટમાં 29 જાન્યુઆરીના સુનાવણી થશે.

આજે પીડિત પરિવારના 13 લોકો ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ ઉત્કર્ષ દવેને મળવા આવ્યા હતા. આ વચ્ચે એક માતાએ પોતાના વ્હાલસોયાને ગુમાવવા પર કહ્યું કે, મેં મારી દીકરીને ગુમાવી છે એટલે ન્યાય માટે હું હાઇકોર્ટ આવી છું. હવે મારી દીકરી પરત મળે તેમ નથી, પરંતુ મને ન્યાય જોઇએ છે. આરોપીને કોઈ પણ સંજોગોમાં જામીન મળવા જોઈએ નહીં.

માતા માંગી રહી છે ન્યાય
તેમજ દુર્ઘટનામાં ધોરણ 4માં અભ્યાસ કરતી ઝહાબિયાને ગુમાવનાર નાઝિયાએ જણાવ્યું હતું કે, મેં મારી દીકરીને ગુમાવી છે એટલે ન્યાય માટે હું હાઇકોર્ટ આવી છું. હવે મારી દીકરી પરત મળે તેમ નથી, પરંતુ મને ન્યાય જોઇએ છે. આરોપીને કોઈ પણ સંજોગોમાં જામીન મળવા જોઈએ નહીં. આટલું કહેતા નાઝિયા રડી પડી હતી.

પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ
જ્યારે વધુ એક વાલી કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં મારો 10 વર્ષનો માસુમ પુત્ર મૃત્યુ પામ્યો છે. વળી આ દુર્ઘટના અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આરોપી જ ફરિયાદી બન્યા છે. જ્યારે પીડિતોની ફરિયાદ નોંધાવી જોઈએ. જે ગુનેગારો પકડાયા છે તેમને જામીન મળવા જોઈએ નહીં. જો તેઓ જામીન અરજી મૂકશે તો પીડિત પરિવાર કોર્ટમાં પક્ષકાર બનીને તેનો વિરોધ કરીશું.

શાળાના સામે કાર્યવાહી કરવાની માંગણી
તેમજ વાલીઓ દ્વારા આ દુર્ઘટના માટે શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, વડોદરા મહાનગરપાલિકા ગુનેગાર છે. કોર્પોરેશન કમિશનર તદ્દન ગુનેગાર છે. તેમના ઉપર કાર્યવાહી થવી જોઈએ. તેવી પણ માંગણી કરવામાં આવી રહી છે. જો નહીં પકડાયેલા આરોપીઓ આગોતરા જામીન અરજી મૂકશે તો તેનો પણ કોર્ટમાં જવાબ અપાશે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું કારણ કોઈ પણ ગુનેગાર છૂટી ન જાય તે જોવાનું છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિતોને ન્યાય અપાવવામાં પ્રયત્નશીલ છે. તેમનો સંપર્ક થતાં અમે તેમને વકીલ તરીકે રોક્યા છે.

એક તરફ ગુનેગારો રાહતનો શ્વાસ લઈને બેફામ ફરી રહ્યા છે, અમે અપીલ કરીએ છીએ કે, ગુનેગારો જલ્દી પકડાય અને તેમને જામીન ન મળે. અમે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન કરી છે અને હાઇકોર્ટે સુઓમોટો દાખલ કર્યો છે. તેની પાછળ એક જ કારણ છે કે, અમુક ગુનેગારો છૂટી જાય છે આ વસ્તુ ન થવી જોઈએ. FIR અમારા તરફથી થવી જોઇએ નહીં કોર્પોરેશન દ્વારા થવી જોઈએ. 
  • Follow us on:

[[$googlead]]