દેવ ઉઠ્યો એકાદશી એટલે કે દેવ દિવાળી વર્ષો જૂની પરંપરા મુજબ આદિના અધિકારથી ચાલ્યા વતી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે રાતના 12:00 વાગે બંધુક ફોડી શરૂ કરવામાં આવી હતી. પરંતુ યાત્રીકો ની મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ જતા પરિક્રમાના દરવાજા એક દિવસ અગાઉ ખોલવામાં આવ્યા હતા. જેના પગલે ત્રીજા દિવસે આશરે 8 લાખથી વધુ યાત્રિકો નોંધાયા છે.


[[$googlead]]

પાંચ દિવસ ચાલશે પરિક્રમા

સંત સુરા અને જ્યાં સિદ્ધ 84 52 વીર અને 64 જોગણીઓના બેસણા હોય એવા ગરબા ગિરનારની લીલી પરિક્રમાનો આજથી વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે દર વર્ષે આશરે 10 થી 15 લાખ જેટલા લોકો આપ ગિરનારની રેલી પરિક્રમાનો લાભ લેતા હોય છે. પરિક્રમા દરમિયાન યાત્રીકો ગિરિકંદરાઓ, પ્રકૃતિ, ઝરણા, ભજન ભોજન અને સાથો સાથ ઠંડીના ચમકારા સાથે જંગલમાં રાતવાસો કરતા હોય છે. 36 કિલોમીટરની આ પરિક્રમાં દેવઢી અગિયારસથી શરૂ કરીને પૂનમના રોજ એટલે કે પાંચ દિવસ ચાલે છે.

[[$alsoread]]


મન મૂકીને લોકોએ આનંદ કર્યો

પુણ્યનું ભાથું બાંધવા માટે જૂનાગઢ જિલ્લા, સૌરાષ્ટ્ર, અન્ય રાજ્યો તેમજ દેશ વિદેશથી મોટી સંખ્યામાં પરિક્રમા આરટીઓનું આગમન થતું હોય છે. એક દિવસ અગાઉ શરૂ થયેલી પરિક્રમા ના ત્રીજા દિવસની વહેલી સવાર સુધીમાં આવેલા યાત્રિકોએ ભજન ભોજન અને દર્શનનો લાવો લીધો હતો. તેમજ તંત્ર દ્વારા પરિક્રમાના અમુક રૂટમાં લાઇટિંગની સુવિધા તેમજ પીવાના પાણીની સુવિધા કરવામાં આવતા યાત્રીકોએ મન મૂકીને પરિક્રમાનો અને પ્રકૃતિનો આનંદ લઇ ભજન કર્યું હતું.

ભકતોનું ઉમટયું ઘોડાપૂર

તો બીજી તરફ પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી તથા પ્રથમ ગોળી પરિક્રમા શરૂ થાય ત્યારથી મોટી સંખ્યામાં સાધુ સંતોએ ધૂણી ધખાવી હતી. જ્યારે પરિક્રમાથીઓએ અઘોરી, દિગંબર, સીતારામ, નાથજી સહિતના મહાત્માઓના અદભુત દર્શનનો કર્યા હતા. આમ આગામી ત્રણ દિવસમાં પરિક્રમ આરતીઓનો આંકડો દસ લાખને પાર પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કારણ કે રાતના 12:00 વાગ્યાથી લઈને વહેલી સવારના 7:00 વાગ્યા સુધી પણ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ પરિક્રમા રોડ પર જોવા મળ્યો હતો.


  • Follow us on: