• મેં ક્યારેય પીઠ નથી બતાવી: પરેશ ધાનાણી
  • પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર
  • રૂપાલા સમજી જાય તો સારૂં છે

સૌરાષ્ટ્રની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પરશે ધાનાણીએ રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા સંકેત આપ્યા છે. તેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે મેં ક્યારેય પીઠ નથી બતાવી. પાર્ટી કહેશે તો ચૂંટણી લડવા તૈયાર છુ. રૂપાલા સમજી જાય તો સારૂં છે. હું કાર્યકર્તાઓને નારાજ નહીં કરું.

રૂપાલા ચૂંટણી લડે તો જ પરેશ ધાનાણીએ લડવાનું છે

[[$googlead]]

રાજકોટથી ધાનાણીને મનાવવા અંગે લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે કે રૂપાલા ચૂંટણી લડે તો જ પરેશ ધાનાણીએ લડવાનું છે. રૂપાલાની ટિકિટ કેન્સલ થાય તો ધાનાણી ત્યાંથી નહીં લડે. રૂપાલા સામે ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસમાં પ્રાણ ફુંકાય. હાલમાં જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઈ છે તેનો લાભ લેવા માટે જ પરેશ ધાનાણીને રાજકોટ ચૂંટણી લડવાની છે. રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડે તો કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાઈ જશે.

[[$alsoread]]

પરેશ ધાનાણીને ઉમેદવારી માટે કોંગ્રેસે મનાવી લીધા તેવુ લાગી રહ્યું છે

રાજકોટ માટે ઉમેદવાર પસંદ કરવા કોંગ્રેસની કવાયત શરૂ છે. ત્યારે પરેશ ધાનાણીને ઉમેદવારી માટે કોંગ્રેસે મનાવી લીધા તેવુ લાગી રહ્યું છે. જેમાં 50 કોંગી આગેવાનો પરેશ ધાનાણીને મનાવવા પહોંચ્યા હતા. જેમાં રૂપાલા સામે પરેશ ધાનાણીને લડવા કોંગ્રેસની કવાયત સફળ રહી હોય તેવુ લાગી રહ્યુ છે. રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પરેશ ધાનાણીના ઘરે પહોચ્યા છે. તેમાં રાજકોટ બેઠક પર ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીને વિનંતી કરી છે. પરેશ ધાનાણીને અત્યારે સાથે જ રાજકોટ લઈ જવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ચૂંટણી લડવા પરેશ ધાનાણીએ અગાઉ ના પાડી હતી. 

  • Follow us on: