હવાઈ મુસાફરી કરતા લોકોને ક્યારેક ફ્લાઈટ કેન્સલ થઈ જવાથી, ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેના લીધે ક્યારેક હેરાનગતિ ભોગવતા મુસાફરો હોબાળો મચાવતા હોય છે. સુરત એરપોર્ટ પર ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો રઝળી પડે છે. તો એરલાઈન્સ દ્વારા બીજી ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવતી નથી. ત્યારે સુરત એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.


[[$googlead]]

મુસાફરોનો હંગામો

સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટના મુસાફરોએ હંગામો મચાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સુરતથી બેંગ્લોર જતી ફ્લાઈટ ટેક્નિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ કેન્સલ થતાં લોકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો. જેથી મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. વૈકલ્પિક ફ્લાઈટની પણ માંગ કરી હતી. મુસાફરો પોતાના લગેજ સાથે એરપોર્ટ પર ફસાઈ ગયા હતા. જેના લીધે એરપોર્ટ પર મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. મુસાફરો હેરાન ન થાય તે જોવાની જવાબદારી એરલાઈન્સની હોય છે.

[[$alsoread]]

બીજી ફ્લાઈટની માંગણી

ટેક્નિકલ ખામીના લીધે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી હતી. એરલાઇન્સ દ્વારા કોઈ વૈકલ્પિક ફ્લાઇટ નહિ કરી આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ એરપોર્ટના અધિકારીઓ સાથે વાત કરીને બીજી ફ્લાઈટની માંગણી કરી હતી. જેના લીધે એરપોર્ટ પર કેન્સલ ફ્લાઈટના પેસેન્જરોની ભીડ જામી ગઈ હતી.


  • Follow us on: