• રતલામ રેલવે વિભાગના 16 નાના સ્ટેશનો સહિત

  • પ્લેટફોર્મ પર ગટરોની સાફ-સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવશે
  • રેલ્વે સ્ટેશનના યુઝર્સને ફ્રી વાઈ-ફઈ સુવિધા આપવામાં આવશે

અમૃત ભારત યોજના હેઠળ મુસાફરોને રેલ્વે વિભાગના 16 નાના સ્ટેશનો પર વાઈફઈ સહિત અનેક સુવિધાઓ મુસાફરોને મળવા પાત્ર રહેશે. આ 16 સ્ટેશનો પૈકી દાહોદ રેલ્વે વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં અનેક સુવિધાઓ દાહોદ રેલ્વે સ્ટેશને પણ આ યોજનાથી લાભ મળશે.

અત્યાર સુધી રેલ્વે માત્ર મોટા સ્ટેશનો પર જ મુસાફરોને અનેક પ્રકારની સુવિધા આપી રહી છે. હવે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, મુસાફરોને રતલામ રેલ્વે વિભાગના 16 નાના સ્ટેશનો પર વાઇફઇ સહિત અન્ય સુવિધાઓ મળશે. રેલ્વે વિભાગના વિવિધ રેલ્વે સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ કાર્યો કરવામાં આવશે. આ સ્ટેશનો માટે માસ્ટર પ્લાન બનાવી મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓને આધુનિક બનાવવામાં આવશે. રેલ્વે વિભાગના મેઘનગર, દાહોદ, રતલામ, આ યોજના રેલવે સ્ટેશનોની જરૂરિયાતો અને સુરક્ષાના આધારે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ રતલામ વિભાગના 16 સ્ટેશનો માટે માળખાકીય વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ કેટેગરીના સ્ટેશનો પર હાઇ-લેવલ પ્લેટફેર્મ (760 840 બ્દબ્દ) બનાવવામાં આવશે. પ્લેટફેર્મની લંબાઈ 600 મીટર હશે. રેલવે સ્ટેશનો માટે માસ્ટર પ્લાનની તૈયારી અને અમલીકરણ લઘુત્તમ આવશ્યક સુવિધાઓથી વધુ સુવિધાઓ વધારવા અને સ્ટેશન પરિસરમાં રૂફ્ પ્લાઝા અને સિટી સેન્ટર બનાવવા માટે લાંબા ગાળામાં પ્લેટફેર્મ વિસ્તારોની ગટરનું નિરાકરણ અત્યંત મહત્ત્વનું છે. ગટરોની સ્વ-સફઈ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. જ્યાં ઢાળ ન હોય ત્યાં યોગ્ય ક્રોસ ડ્રેઇન, આગળ, સમ્પ અને પંપ આપવામાં આવશે.

રેલ્વે સ્ટેશનના યુઝર્સને ફ્રી વાઈ-ફઈ સુવિધા આપવામાં આવશે. માસ્ટર પ્લાનમાં 5જી ટાવર ઈરેક્શનનો પણ સમાવેશ થાય છે. વેઇટિંગ રૂમ, પ્લેટફેર્મ, રિટાયરિંગ રૂમ અને ઓફ્સિમાં હાલના ફર્નિચરની સમીક્ષા કરવામાં આવશે અને જો જરૂર પડશે તો તેને વધુ આરામદાયક અને ટકાઉ બનાવવા માટે ફર્નિચર બદલવામાં આવશે. રેલવે સ્ટેશનો પર વિકલાંગ વ્યક્તિઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે સુવિધાઓ હોવી જોઈએ. વિકલાંગ વ્યક્તિઓ માટે તમામ શ્રોણીના સ્ટેશનો પર પર્યાપ્ત સંખ્યામાં શૌચાલય ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ શૌચાલયો એવી રીતે બાંધવામાં આવશે કે તેઓ સરળતાથી દૃશ્યમાન અને સુલભ હોય. 16 રેલ્વે સ્ટેશનો પર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુવિધાઓ કામો થશે. આ માટે પશ્ચિમ રેલવે તરફ્થી મંજૂરી મળી ગઈ છે.


  • Follow us on: