અમદાવાદ એરપોર્ટ પર દિવાળીના વેકેશન દરમિયાન ભીડ વધે એ પહેલા જ નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.આ ટર્મિનલમાં 20 ચેકીંગ કાઉન્ટર તેમજ 4 સેલ્ફ ચેકીંગ કાઉન્ટર રાખવામાં આવ્યા છે જેનાથી અમદાવાદ એરપોર્ટ પર થતી ભીડને ટાળી શકાશે.આ સાથે જ આ ટર્મિનલ પરથી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક બંને ફલાઇટોનું સંચાલન કરી શકાશે.
સેલફી પોઈન્ટ પણ મૂકાયા
નવા બનેલા ટર્મિનલમાં અમદાવાદની વિવિધ હેરિટેજ સાઈટ તેમજ ગુજરાતના વારસા ને દર્શાવવામાં આવ્યું છે જેનાથી આ ટર્મિનલમાં આવતા મુસાફરો ગુજરાતની રહેણીકરણીથી વાકેફ થાય. આમ આ નવા ટર્મિનલની સાથે હવે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 56 ચેકીંગ કાઉન્ટર થયા છે જેનાથી મુસાફરોને ભીડભાડથી છુટકારો મળશે.નવા પરિસરમાં સેલ્ફી પોઇન્ટ માટે સિંહ પરિવારના સ્ટેચ્યુ રખાયું છે.પરિસરનો ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ તરીકે ઉપયોગ થશે.
અમદાવાદની ઝાંખી દર્શાવાઈ
નવા 2 ગેટ, 2 સેલ્ફ બેગેજ ડ્રોપ એરિયા, 20 ચેક ઇન કાઉન્ટર, 4 સેલ્ફચેક ઇન કાઉન્ટર રાખવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોના સમયની બચત થશે. તો નવા પરિસરમાં સેલ્ફી પોઇન્ટ માટે સિંહ પરિવારના સ્ટેચ્યુ રખાયું છે. સાથે જ નવા પરિસરમાં અમદાવાદને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.અમદાવાદનું એરપોર્ટ એ વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ છે એટલે અહીયાં ફલાઈટની સતત અવર-જવર રહેતી હોય છે,ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ એટલે અમદાવાદ એરપોર્ટ.
અમદાવાદનું એરપોર્ટ વ્યસ્ત એરપોર્ટ બન્યું
વર્ષ 2024માં એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 48,000 કરતાં વધુ ફ્લાઈટ ઓપરેટ થઈ છે. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 8 ટકા ફ્લાઈટ મુવમેન્ટમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદના એરપોર્ટ પરથી લગભગ 270 ફ્લાઈટની અવરજવર દરરોજ થાય છે. જ્યારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 220થી 230 ફ્લાઈટની અવરજવર રહેતી હતી.









