પાટણ શહેરના મદારસા વિસ્તારમાં ધૂળેટીના દિવસે ગુટખા અને સોડા લેવા આવેલા 4 લુખ્ખાઓએ વેપારીને રૂપિયા આપવાને બદલે વેપારી અને તેની દુકાન ઉપર પત્થર અને લાકડાના ધોકાથી હુમલો કરીને ભરબજારમાં ધમાલ મચાવી દીધી હતી.
જેથી આસપાસમાં રહેતા લોકો અને પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો. પાટણમાં કાયદો વ્યવસ્થાની સ્થતિ કઠળતી હોય તે મુજબના દ્રશ્યો ધુળેટીના દિવસે શહેરના મદારસા વિસ્તારમાં જોવા મળ્યા હતા. ત્યાં આવેલા આશીર્વાદ પાર્લર પર પાર્લરમાં વસ્તુ લીધા પછી વેપારીએ ગ્રાહક બનીને આવેલા 4 શખ્સો પાસે પૈસા માંગતા પાર્લર વાળાને લુખ્ખાઓએ અપશબ્દો બોલી મારપીટ પર ઉતરી આવ્યા હતા. વેપારી અને તેના ભત્રીજા ને ઈટો અને ધોકા વડે મારામારી કરી જાહેર રોડને બાનમાં લીધો હતો. આ ધમાલ અને મારામારીના વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને વેપારીની ફરિયાદના આધારે 4 અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.










