પાટણ કલેકટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે,જેને લઈ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે,એક મેલ આવે છે અને તેમાં લખ્યું છે કે,પાટણ કલેકટર ઓફીસને 3 વાગે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે અને આ મેસેજ મળતાની સાથે જ કલેકટર ઓફિસના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
3 વાગે બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા મેલથી અફરાતફરી
પાટણ કલેકટર ઓફીસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેના કારણે તમામ લોકોને ઓફીસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો,ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં તમામ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં આવી છે તે આખી ઓફીસમાં તપાસ કરી રહી છે.કલેકટરને મેલ આઈડી પર આ મેલ આવ્યો હતો.200 કરતા વધુ કર્મચારીઓને ઓફીસની બહાર કાઢયા હતા.
સાયબર ક્રાઈમે શરૂ કરી તપાસ
સમગ્ર ઘટનમાં પાટણ સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,મેલ કોણે કર્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે,ત્યારે હાલ કલેકટર ઓફીસની અંદર કોઈને જવા દેવામાં આવ્યા નથી અને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષા વધારવામાં આવી છે.









