હેમ.ઉ.ગુ.યુનિ.પાટણના એનએસએસ શાખા દ્વારા તા.16 જાન્યુઆરીના રોજ પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વમાં બીન ઉપયોગી દોરી એકત્ર કરવાનું સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટીએસઆર કોમર્સ કોલેજ દ્વારા કોલેજ, પાલિકા બજાર, રેલ્વે સ્ટેશન, ખાડીયા, ગાયત્રી મંદિર સુધી અને પીકે કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા કોલેજ, આદર્શ, જૂના બસ સ્ટેશન, બગવાડા, સુભાષચોક, ગાયત્રી મંદિર સુધી, શ્રી બીડીએસ આર્ટસ સાયન્સ અને કોમર્સ કોલેજ દ્વારા ઉભી બજાર, બગવાડા, ગાયત્રી મંદિર સુધી અને શેઠ એમએન સાયન્સ કોલેજ દ્વારા કોલેજ, યુનિવર્સિટી, ટીબી ચોકડી, સિદ્ધપુર ચોકડી, ગરનાળુ, ગાયત્રી મંદિર સુધી કોલેજના કુલ 80 સ્વયંસેવકોએ રૂટ પ્રમાણે બીન ઉપયોગી દોરી એકત્ર કરી પક્ષી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું. કાર્યક્રમને અંતે એનએસએસ કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે કીડીને કણ અને હાથીને મણની ચિંતા કરવાવાળી આપણી સંસ્કૃતિક હોવાથી આપણે સામાન્ય જીવોની પણ ચિંતા કરવી જોઈએ અને આ પ્રકારે એનએસએસમાં સક્રિય રહીને કાર્ય કરવું જોઈએ તેવી પ્રેરણા આપી હતી.










