સિદ્ધપુરમાં ગાગલાસણ ગામ નજીક ડાલુ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માતમાં 15થી વધુ લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં જઈ પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. અકસ્માતમા ડાલામાં સવાર 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ગાગલાસણ ગામ નજીક આવેલ ધરતી બંગ્લોઝ પાસે જીપ ડાલાનો સ્ટેયરીગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તમામ ઘાયલોને બાલાજી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ઘરી છે.













