પાટણના સુર્યનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલા ટયુબવેલના રિચાર્જ કાર્ય માટે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ, પાટણ નગરપાલિકા અને ટાટા ટ્રસ્ટના સહયોગથી આજે તેમાં વરસાદનું પાણી ઉતરે તે માટે રિચાર્જ વેલ બનાવવાના કામનું ખાધમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.


પાટણ જિલ્લામાં ભૂગર્ભજળના સ્તરમાં સતત થઈ રહેલા ઘટાડાને પગલે સરકાર અને વિવિધ સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે. આ સમસ્યાના નિવારણ માટે પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં એક નવી પહેલ કરવામાં આવી છે. મહિલા હાઉસિંગ બોર્ડ, ટાટા ટ્રસ્ટ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી સૂર્યનગરમાં રિચાર્જ બોરવેલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને જન્મ-મરણ શાખાના ચેરમેન દેવચંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.વિદ્વાન પંડિત દ્વારા શાસ્ત્ર્રોક્ત વિધિ-વિધાન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો. મહિલા હાઉસિંગ ટ્રસ્ટના પ્રાંત કો .ઓર્ડીનેટર ચંદ્રિકા બેન જાદવ સહિત વિસ્તારના રહિશો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે, આ રિચાર્જ બોરવેલ લોકોના ઘરોના ધાબા પરથી એકત્રિત થતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે બનાવવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે. જો કે, અગાઉ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિચાર્જ બોરવેલ નિષ્ફ્ળ ગયા હતા. આ અંગે પાલિકા પ્રમુખે બોરવેલની તપાસ કરવામાં આવશે. જો તે કાર્યરત કરી શકાય તેમ હશે તો તેને પુનઃ શરૂ કરવામાં આવશે, અન્યથા નવા સ્થળોએ રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે. પાટણ શહેરમાં જુદા જુદા સ્થળો ઉપર 52 જેટલા સલ્મ વિસ્તારો આવેલા છે. તેમાંથી સર્વે કરીને 10 સ્થળોની પસંદગી કરીને ત્યાં લોકોને ક્લાયમેટ ચેન્જ માટે અવેરનેસ કરવામાં આવી રહી છે અને રિચાર્જ વેલ પણ બનાવીશું.


  • Follow us on: