• પાટણમાં જિલ્લા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી

  • “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ
  • ભારત સરકાર 2070 સુધી કાર્બન મુક્ત થશે

પાટણ જિલ્લામાં 75 મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી સુજાણપુર ખાતે ગોકુળ ગ્લોબલ યુનિવર્સીટીમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં 28.95 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

5 જુનના રોજ “એક પેડ માં કે નામ” અભિયાન શરૂ કરાયું

ભારત સરકાર દ્રારા “એક પેડ માં કે નામ” અભિયાન 5 જુનના રોજ શરૂ કરવામાં આવ્યું. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ખાતાકીય તેમજ વ્યકિતલક્ષી એમ મળીને કુલ 2740 હેકટરમાં 20.21 લાખ રોપાઓનું વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવનાર છે. જિલ્લામાં જંગલની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષોનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષ ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. જિલ્લામાં આવેલ જંગલની જમીનમાં 1121 હેક્ટરમાં 10.45 લાખ રોપાઓનું વાવેતર હાલમાં ચાલુ છે.

ચોમાસાની સિઝનમાં 3.26 લાખ રોપાઓનું વાવેતર કરાયું

જંગલ સિવાયના બહારના વિસ્તાર સાથે (સરકારી પડતર, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડુતોની જમીન, ગ્રામપંચાયતો પડતર જમીન, રોડ સાઈડની જમીનો) 193 હેક્ટરમાં 3.26 લાખ રોપાઓનું વાવેતર હાલ ચોમાસાની સિઝનમાં ચાલુમાં છે. વ્યકિત લાભાર્થીઓમાં ફાર્મ ફોરેસ્ટ્રી,એગ્રો ફોરેસ્ટ્રી મોડલ હેઠળ ખેડુતોના ખેતરમાં શેઢાપાળે અને બ્લોકમાં 1426 હેકટરમાં 6.50 લાખ રોપાઓનું વાવેતર પણ ચાલુ ચોમાસમાં કરવામાં આવી રહેલ છે.

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આપ્યું નિવેદન

આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને કૃષિમંત્રીશ્રી કનૈયાલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી. જેને ભારત દેશના વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પરંપરાને આગળ વધારવામાં યશસ્વી ભાગ ભજવ્યો છે. જેથી સમગ્ર ભારત અને ગુજરાતમાં વનવિસ્તારમાં વધારો થયો છે. કેબિનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે માણસને જન્મથી મુત્યું સુધીમાં 100 વૃક્ષોની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને મનુષ્ય જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આનાથી પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ આવશે.

આવનાર ભાવિને વૃક્ષોરૂપી સંભારણા

તંદઉપરાંત જન્મદિવસની ઉજવણી નિમિત્તે પણ વુક્ષ વાવવાથી લોકોમાં જાગૃતિ ફેલાશે. આમ આપણે આવનાર ભાવિને વૃક્ષોરૂપી સંભારણા આપશું. વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારત સરકાર 2070 સુધી કાર્બન મુક્ત થશે. ભારત દેશને કાર્બન મુક્ત કરવા વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઇએ. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો આસપાસ 10 ઝાડ હોય તો 7 વર્ષના આયુષ્યમાં વધારો થશે. આમ વૃક્ષોથી ડિપ્રેશન, તણાવ દૂર થાય છે.

ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

75મા વન મહોત્સવ પ્રસંગે સંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભી, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટરશ્રી અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારી શ્રી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પટેલ, અંગત સચિવશ્રી પ્રદિપસિંહ રાઠોડ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખશ્રી અનીતાબેન પટેલ, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, નાયબ વન સંરક્ષકશ્રી બિંદુબેન પટેલ તથા સંગઠનના હોદ્દેદાર ડૉ. દશરથજી ઠાકોર, શ્રી નંદાજી ઠાકોર, શ્રી શંભુભાઇ દેસાઈ, શ્રી વિક્રમસિંહ, APMC ચેરમેનશ્રી વિષ્ણુભાઈ, શ્રી જશુભાઈ પટેલ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: